દિલ્હીમાં મેયરની ચૂંટણી એકવાર ફરી દિલ્હી મેયરની ચુંટણી સ્થગિત કરાઇ,આપ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચો જોરદાર હંગામો

  • ભાજપના નેતાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા ચૂંટણી અધિકારીઓની સામે પોલીસ જવાનો દિવાલ બનીને ઉભા રહ્યા.

નવીદિલ્હી,

દિલ્હી નગર નિગમમાં મેયરની ચુંટણી એકવાર ફરી સ્થગિત રહી છે.એમસીડી ગૃહમાં આજે કાર્યવાહી દરમિયાન ભારે હંગામો થયો હતો જેથી ગૃહની કાર્યવાહી આગામી તારીખ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.કાર્યવાહી દરમિયાન ભાજપ અને આપના કોર્પોરેટરની વચ્ચે ભારે ચર્ચા અને નોંકજોક થઇ અને ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં જેથી કોઇ અપ્રિય સ્થિતિ બચવા માટે આગામી તારીખ સુધી મેયરની ચુંટણી ટાળી દેવામાં આવી હતી.આ પહેલા એમસીડી ચુંટણી બાદ ૬ ફેબ્રુઆરીએ થયેલ નગર નિગમની બેઠકમાં હંગામાને કારણે મેયરની ચુંટણી થઇ શકી ન હતી.

સિવિક સેન્ટર માં સવારે ૧૧ વાગે ગૃહ ની કાર્યવાહી શરૂ થઇ જેમાં સૌથી પહેલા તમામ કોર્પોરેટરને સોગંદ અપાવવામાં આવ્યા છે ત્યારબાદ મતદાન થવાનું હતી પરંતુ હંગામાને કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી જયારે મેયરની ચુંટણી માટે એમસીડીની બેઠક પહેલા આમ આદમી પાર્ટીએ એક વીડિયો શેર કરી આરોપ લગાવ્યો કે દિલ્હી નગર નિગમ પર કબજા માટે ભાજપ ગૃહની અંદર ફોર્સ લાવી છે.આમ આદમી પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વાજે એક વીડિયો શેર કરી સવાલ ઉઠાવ્યો છે અને પુછયું છે કે શું ફોર્સ ગૃહની અંદર લાકડી ડંડા લઇ એન્ટ્રી કરી શકે છે.

એ યાદ રહે કે ડિસેમ્બરમાં થયેલ એમસીડી ચુંટણીમાં આપે ભાજપના ૧૫ વર્ષની સત્તાને ખત્મ કરતા જીત હાંસલ કરી હતી.૨૫૦ સભ્યોવાળી એમસીડીમાં આમ આદમી પાર્ટીની જયાં ૧૩૪ બેઠકો જીતી હતી જયારે ભાજપને ૧૦૪ બેઠકો જ મળી હતી જયારે કોંગ્રેસને નવ અને અન્યને ત્રણ બેઠકો મળી હતી કોંગ્રેસે મેયર ચુંટણીથી અંતર બનાવવાનો નિર્ણય કર્યો હતો જેથી મેયર પદની ચુંટણીમાં ૨૭૪ ચુંટાયેલા સભ્યોમાંથી આમ આદમી પાર્ટીના કુલ ૧૫૦ સભ્યો હશે.

એમસીડીમાં ૧૦ મનોનીત સભ્યોને સોગંદ અપાવવામાં આવ્યા હતાં આ દરમિયાન પણ આપ નેતાઓએ સુત્રોચ્ચાર કર્યા હતાં ભાજપ નેતાઓએ પણ જય શ્રીરામ અને ભારત માતાની જયના સુત્રોચ્ચાર કર્યા હતાં આથી આપના સભ્યોએ પણ ભાજપના સભ્યોની સામે સુત્રોચ્ચાર કર્યા હતાં જેથી બંન્ને પક્ષોના સભ્યો વચ્ચે બોલાચાલી થઇ હતી અને ઝપાઝપી થઇ હતી અને ભારે હંગામો થયો હતો.

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે ખુબ દુખનો વિષય છે કે મત નાખવા માટે તમામ બેઠા હતાં પરંતુ હંગામો થયો આવું થવું જોઇએ નહીં લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન થવું જોઇતું હતું.તેમણે કહ્યું કે આપ નેતાઓને નિયમોની માહિતી નથી આથી તે હંગામો કરી રહ્યાં છે જયારે તે બહુમતિમાં છે તો ડરવાનું શું જરૂર છે. આજ કામ આપના સાંસદો રાજયસભામાં પણ કરે છે. ભાજપ સાંસદ હંસરાજ હંસે દાવો કર્યો હતો કે મેયર ભાજપનો જ રહેશે.

આપે મેયર પદ માટે શૈલી ઓબેરોય અને ભાજપે રેખા ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા છે.આવામાં રાજધાનીને એક મહિલા મેયર મળવાનું નક્કી છે. ગૃહમાં સૌથી પહેલા મનોનીત કોર્પોરેટર વિનોદ ત્યારબાદ લક્ષ્મણે સોગંદ લીધા ત્યારબાદ મુકેશ માન,સુનીલ ચૌહાણ,રાજકુમાર ભાટિયા સંજય ત્યાગીને સોગંદ લેવડાવ્યા હતાં મનોજ કુમાર જૈન,રોહતાશકુમાર શ્ર્વેતા કમલ ખત્રી બાદ વોર્ડ સંખ્યા એકથી ચુંટણી જીતી આવેલા કોર્પોરેટરનો સોગંદ ગ્રહણ શરૂ કર્યા હતાં.પ્રોટેમ સ્પીકરે સૌથી પહેલા મનોનીત સભ્યોને જેવા સોગંદ અપાવવાનું શરૂ કર્યું તો આમ આદમી પાર્ટીના સભ્યોએ વિરોધ શરૂ કરી દીધા તેની સામે ભાજપના કોર્પોરેટરોએ પણ તેમની વિરૂધ સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં. અને બંન્ને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને હાથાપાઇ થવા લાગી આપના કોર્પોરેટર પ્રોટેમ સ્પીકરની ખુરશી પર ચઢી ગયા આ દરમિયાન કેટલાક કોર્પોરેટર ખુરશી ઉઠાવી નીચે ફેંકતા જોવા મળ્યા કેટલાકને ધક્કા લાગતા નીચે પડી ગયા હતાં અને કેટલાકને ઇજા પહોંચી હતી. એલજીએ મેયર ચુંટણી માટે ભાજપના કોર્પોરેટર સત્યા શર્માને પ્રોટેમ સ્પીકર નિયુકત કર્યા હતાં આ પહેલા આપે મુકેશ ગોયલના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો સત્યાના નામ પર આપે વાંધો ઉઠાવ્યો હતો ત્યારબાદ પ્રોટેમ સ્પીકર સત્યાને જ એલજીના મનોનીત સભ્યોને સોગંદ અપાવવાનું શરૂ કર્યું તો આપે વિરોધ અને સુત્રોચ્ચાર શરૂ કરી દીધુ હતું. આપે આરોપ લગાવ્યો કે મનોનીત સભ્યોના સોગંદ પહેલા થતી નથી પરંતુ ભાજપ પરંપરા બદલી રહી છે.