- કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા બિંદુ પાસેથી ટિકિટ માટે ૮૦ લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા.
નવીદિલ્હી,
દિલ્હીમાં એમસીડી ચૂંટણી પહેલા ભાજપે એકવાર ફરી સ્ટિંગ વીડિયો જાહેર કરી આમ આદમી પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે આપના નેતાઓના જે રીતે સ્ટિંગ સામે આવી રહ્યા છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે સમગ્ર આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. ભાજપે જે સ્ટિંગ જારી કર્યુ, તે રોહિણીના વોર્ડ ૫૫ ડી સાથે સંબંધિત છે. સંબિત પાત્રાના જણાવ્યા અનુસાર કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા બિંદુ પાસેથી ટિકિટ માટે ૮૦ લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. તેમણે જ આ સમગ્ર વીડિયો બનાવીને સ્ટિંગ કર્યુ છે.
સંબિત પાત્રાએ વીડિયો જારી કરી જણાવ્યુ કે બિંદુ પાસેથી વોર્ડ ૫૫ ડી થી કાઉન્સિલરની ટિકિટ માટે ૮૦ લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. બિંદુને બધા રૂપિયા એક સાથે આપવાનુ કહેવામાં આવ્યુ હતુ. બિંદુ સમગ્ર ઘટનાનુ સ્ટિંગ કરી રહી હતી. તેમણે કહ્યુ કે હુ ટોકન તરીકે પહેલા ૨૧ લાખ આપી દઈશ. બાદમાં ૪૦ લાખ, પછી ૨૦ લાખ રૂપિયા આપીશ પરંતુ તેમને એ કહીને ના પાડી દેવામાં આવ્યુ કે રૂપિયા તો બધા જ આપવા પડશે કેમ કે વિધાનસભા પહેલા જ ૮ નેતા બધા રૂપિયા આપી ચૂક્યા છે.
આપ નેતા દિલીપ પાંડેએ કહ્યુ કે આ ફેક સ્ટિંગ છે. આનાથી નક્કી છે કે ભાજપ દિલ્હીમાં એમસીડી ચૂંટણી હારી રહ્યુ છે. જો ભાજપે ૧૫ વર્ષમાં કામ કર્યુ હોત તો આ વીડિયો બનાવવો પડત નહીં. તેમણે કહ્યુ કે આ વીડિયોમાં જે નામ લેવામાં આવ્યા, તેમનો પાર્ટીમાં કોઈ રોલ નથી. આમ આદમી પાર્ટીના ટિકિટની ડિમાન્ડ સૌથી વધુ હતી તેથી આખી દુનિયાના દલાલ એક્ટિવ થઈ ગયા છે પરંતુ રૂપિયા આપીને કોઈને ટિકિટ મળી નથી એ મ્ત્નઁના વીડિયોથી સ્પષ્ટ છે. આમ આદમી પાર્ટીએ એક રૂપિયો લઈને પણ કોઈને ટિકિટ આપી નથી.