દિલ્હી મહિલા આયોગમાં કોઈને ૬ મહિનાથી પગાર નથી મળ્યો’, સ્વાતિ માલીવાલે કેજરીવાલને પત્ર લખ્યો

દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા છે. માલીવાલે પોતાના પત્રમાં લખ્યું છે કે જ્યારથી તેમણે ડ્ઢઝ્રઉ નું અધ્યક્ષ પદ છોડ્યું છે ત્યારથી આયોગ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. કેજરીવાલને લખેલા પત્રમાં માલીવાલે કહ્યું છે કે પંચના કોઈ સભ્યને છેલ્લા ૬ મહિનાથી વેતન આપવામાં આવ્યું નથી અને તેના બજેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સ્વાતિ માલીવાલે પોતે પોતાના એક્સ હેન્ડલ પરથી આ પત્ર વિશે માહિતી આપી છે.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને રાજ્યસભાની સાંસદ બનેલી સ્વાતિ માલીવાલે પોતાના ટ્વિટ દ્વારા દિલ્હી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. સ્વાતિ માલીવાલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ’જ્યારથી મેં દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે ત્યારથી દિલ્હી સરકારના મંત્રીઓ અને અધિકારીઓએ આયોગ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. છેલ્લા ૬ મહિનાથી કોઈને પગાર આપવામાં આવ્યો નથી અને બજેટમાં પણ ૨૮.૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે ચેરમેન અને ૨ સભ્યોની જગ્યા ભરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. તેણીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે મારી વિદાય બાદથી મહિલા આયોગને ફરી એક નબળી સંસ્થા બનાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સ્વાતિ માલીવાલે આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. તેણે પત્રમાં લખ્યું છે કે તે ખૂબ જ અફસોસજનક છે કે સરકાર તે સિસ્ટમ્સને નષ્ટ કરવા માંગે છે જે મેં ૨૦૧૫ થી ખૂબ જ મહેનત કરીને બનાવી છે. આ સિવાય સ્વાતિ માલીવાલે પોતાના પત્રમાં કમિશનના કામોનો પણ ઉલ્લેખ કર્યો છે. કુલ ૪ પેજના પત્રમાં સ્વાતિ માલીવાલે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી છે. નીચે તમે સ્વાતિ માલીવાલની પોસ્ટ અને તેની સાથેનો પત્ર વાંચી શકો છો.