
હવે દિલ્હીમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે છેલ્લા 13 વર્ષમાં શિયાળાનો રેકોર્ડ તૂટી ગયો છે. હકીકતમાં, ગુરુવાર આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે અને લઘુત્તમ તાપમાન 15.09 ડિગ્રીએ પહોંચી ગયું હતુ, જે સરેરાશ કરતા થોડું ઓછું છે, પરંતુ છેલ્લા 13 વર્ષમાં 19 ઓક્ટોબરે દિલ્હીમાં તાપમાન 16 ડિગ્રી તાપમાન કરતા ઓછું રહ્યું છે.
ત્યારે દેશના અનેક રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું છે. સમગ્ર દેશમાં વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પૂર્વમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પરંતુ, પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
જો કે આ બધાની વચ્ચે દેશની તમને જણાવી દઈએ કે પરાળ સળગાવવા અને વાહનોના પ્રદૂષણને કારણે દિલ્હી હંમેશાથી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક રહ્યું છે. અહીં સૌથી વધુ પ્રદૂષણ સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં થાય છે અને દિવાળીની આસપાસ ખતરનાક સ્તરે પહોંચે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હી સરકાર આ સમસ્યા માટે હરિયાણા, પંજાબ અને પશ્ચિમ યુપીના ખેડૂતોને જવાબદાર ઠેરવી રહી છે.
તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ગત સોમવાર અને મંગળવારે પડેલા વરસાદ બાદ વાતાવરણ ઠંડું રહ્યું છે. આ સાથે જ દિવસભરની કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે અને દિવસના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જો કે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે સવારે અને સાંજે વાતાવરણમાં ઠંડક રહે છે.
આગામી બે દિવસ રાજધાની દિલ્હીમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. જો કે રવિવાર સુધી હળવા વરસાદની શક્યતા છે. આ કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારે હળવું ધુમ્મસ પણ જોવા મળી શકે છે. જો વાયુ પ્રદૂષણની વાત કરીએ તો આગામી 2-3 દિવસ સુધી દિલ્હીના વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર સામાન્ય રહેવાની શક્યતા છે.
વાયુ પ્રદૂષણની વાત કરીએ તો હાલમાં દિલ્હીમાં AQI 100 થી 200 ની વચ્ચે રહેવાની ધારણા છે. સોમવાર-મંગળવારે પડેલા વરસાદને કારણે દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે.