નવીદિલ્હી,
દિલ્હીના પાંડવ નગરમાં સોમવારે શ્રદ્ધા હત્યા જેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાએ પુત્ર સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. પતિના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં મૃતદેહના ટુકડાને ફ્રિજમાં રાખ્યા હતા. પછી રાત્રીના સમયે માતા-પુત્ર આ ટુકડાઓ નજીકના મેદાનમાં ફેંકવા જતા હતા. માતા-પુત્રનું આ કૃત્ય સીસીટીવીમાં કેદ થયું હતું. આ હત્યા છ મહિના પહેલાં જૂન મહિનામાં કરવામાં આવી હતી. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે માતા-પુત્રની ધરપકડ કરી છે. પોલીસે ૬ ટુકડા કબજે કર્યા છે. તેનું માથું પણ મળ્યું છે.
દિલ્હી પોલીસે સોમવારે બપોરે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે હત્યા કરનારનું નામ અંજન દાસ છે, જે ત્રિલોકપુરીમાં રહેતો હતો. હત્યાની આરોપી મહિલાનું નામ પૂનમ છે, તે અંજનની બીજી પત્ની છે. પુત્રનું નામ દીપક છે, જે અંજનનો સાવકો પુત્ર છે. માતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ કસ્ટડીમાં, જ્યારે પૂનમ અને દીપકને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે તેઓએ હત્યા શા માટે કરી, તો તેઓએ જવાબ આપ્યો કે તે તેમની પુત્રી-પુત્રવધૂઓને ખરાબ નજરે જોતો હતો.પોલીસ કસ્ટડીમાં, જ્યારે પૂનમ અને દીપકને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે તેઓએ હત્યા શા માટે કરી, તો તેઓએ જવાબ આપ્યો કે તે તેમની પુત્રી-પુત્રવધૂઓને ખરાબ નજરે જોતો હતો.
પોલીસે કેવી રીતે કર્યો ખુલાસો… ૧. પેટ્રોલિંગ દરમિયાન સચગ શરૂ કર્યું ૫મી જૂને દિલ્હી પોલીસ પાંડવ નગરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ઝાડીઓમાંથી દુર્ગંધ આવતા પેટ્રોલિંગ ટીમે પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આજુબાજુમાં શોધખોળ કરતાં ટીમને એક થેલીમાં માનવ મૃતદેહના ટુકડા મળ્યા હતા.,૨. મૃતદેહના ટુકડા મળી આવતા તપાસ શરૂ કરી શરીરના અંગો ખરાબ રીતે સડી ગયા હતા અને તેના કારણે તેમની ઓળખ મુશ્કેલ બની ગઈ હતી. જ્યારે તપાસ અધિકારીએ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પૂછપરછ કરી તો કોઈ ગાયબ નહોતું. યુપી અને પડોશી રાજ્યોના પોલીસ સ્ટેશનોમાં પણ રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી.૩. અંજન દાસ ગુમ થયા હતા, પત્નીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી ન હતી આ દરમિયાન અંજન દાસ ૫-૬ મહિનાથી ગુમ થયાના સમાચાર મળ્યા હતા. તે ત્રિલોકપુરીમાં પૂનમ અને દીપક સાથે રહેતો હોવાનું જાણવા મળે છે. બંનેએ ક્યાંય અંજનના ગુમ થયાની ફરિયાદ નોંધાવી ન હતી.
૪. અંજન પર શંકા હતી કે પુત્રી-પુત્રવધૂને ખરાબ નજરે જોતો હતો,પૂનમ અને દીપકની પૂછપરછ કરતાં બંનેએ સમગ્ર ઘટના અને હત્યાનું કારણ જણાવ્યું. પૂનમને શંકા હતી કે અંજન પુત્ર દીપકની પત્ની અને તેની એક છૂટાછેડા લીધેલી પુત્રીને ખરાબ નજરે જોતો હતો.આ પુત્રી પૂનમ સાથે રહેતી હતી.મૃતક અંજન દાસનો ફોટો, પૂનમને ખબર નહોતી કે તેનો પરિવાર બિહારમાં રહે છે અને તેને ૮ બાળકો છે.૫. પૂનમ અંજનની પત્ની નહોતી પૂનમે જણાવ્યું કે તેના લગ્ન બિહારના સુખદેવ તિવારી સાથે ખૂબ જ નાની ઉંમરમાં થયા હતા. તે દિલ્હી આવ્યો અને પૂનમ પણ તેની શોધમાં આવી હતી. પણ સુખદેવ મળ્યો ન હતો. તે પછી તે કલ્લુ નામના વ્યક્તિ સાથે રહેવા લાગી. કલ્લુથી તેને ૩ બાળકો હતા. લીવર ફેલ થવાના કારણે કલ્લુનું મોત થયું હતું.૬. શંકાના આધારે રચાયું કાવતરું, દારૂમાં ઊંઘની ગોળીઓ ભેળવી પીવડાવી દીધી ત્યારબાદ પૂનમ લિટ ઓપરેટર અંજન સાથે રહેવા લાગી હતી. ખરાબ ઈરાદાની શંકાથી પૂનમ અને દીપકે માર્ચ-એપ્રિલમાં હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ૩૦મી મેના રોજ બંને અંજનને દારૂ પીવડાવ્યો. જેમાં ઉંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. બેભાન થયા બાદ અંજનને તેના ગળા અને શરીરના અનેક ભાગો પર ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને રાતભર ઘરમાં પડી રાખ્યો હતોહત્યા બાદ બંનેએ આખી રાત લાશને ત્યાં જ ઘરમાં રાખી હતી. બીજા દિવસે ઘરમાંથી લોહી સાફ કર્યું. પછી મૃત શરીરના ટુકડા કર્યા. તેને ફ્રિજમાં રાખ્યા. પૂનમ અને દીપક દરરોજ રાત્રે આ ટુકડાઓ બેગમાં ભરીને પાંડવ નગર અને આસપાસના વિસ્તારોમાં ફેંકવા જતા હતા. આ પ્રક્રિયા ૮-૧૦ દિવસ સુધી ચાલી હતી. હત્યા બાદ જ્યારે ટુકડાઓ ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા, ત્યારે દુર્ગંધને દીર કરવા માટે ઘરને કલર કરવામાં આવ્યો હતો. ખાડો બનાવીને અંજનનું માથું દાટી દીધું હતું. પોલીસે જણાવ્યું કે અંજનના પરિવારના સભ્યો બિહારમાં રહે છે. અંજનના ડીએનએ ટેસ્ટ કરાવવા માટે પોલીસની ટીમ ત્યાં પણ મોકલવામાં આવશે.