નવીદિલ્હી,
દિલ્હીના લેટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીમાં કેટલીક જગ્યાએ રાત્રે ૧ વાગ્યા સુધી રેસ્ટોરાં ખોલવાની મંજૂરી આપી છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીની માલિકીની સિરી ફોર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કુતુબ ગોલ્ફ ક્લબ અને ભાલ્સવા ગોલ્ફ ક્લબમાં રેસ્ટોરાં અને કાફેટેરિયાને રાત્રે ૧ વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. ખાનગી લાઇસન્સધારકો દ્વારા ચલાવવામાં આવતી આ ડીડીએ સંસ્થાઓ ખોરાક અને પીણાની સેવા પૂરી પાડે છે.
અહીં દરરોજ આવતા હજારો લોકોને આ નિર્ણયનો લાભ મળશે. આના સંદર્ભમાં, એ ત્રણેય પરિસરમાં પૂરતી સુરક્ષા, લાઇટિંગ અને પાકગની ખાતરી કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. લેટનન્ટ ગવર્નર સચિવાલયના સૂત્રોએ જણાવ્યું કે નવા વર્ષ પહેલા દિલ્હીની જનતાને આ ભેટ આપવામાં આવી છે. તેઓ આ ક્લબોમાં જઈ શકશે અને રાત્રિ દરમિયાન પણ ખાવા-પીવાની મજા માણી શકશે. તેમાં ક્લબના સભ્યો, અસ્થાયી સભ્યો, ચુકવણીના આધારે મુલાકાતીઓ અને આ પરિસરની મુલાકાત લેતા તેમના મહેમાનોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ભોજન પીરસવા માટે રાત્રે ૯ વાગ્યા અને પીણાં માટે ૧૧ વાગ્યાની સમય મર્યાદા હતી. લેટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવેલ દિલ્હી ૨૦૪૧નો માસ્ટર પ્લાન પણ રાત્રિ જીવન અને મજબૂત રાત્રિ અર્થતંત્રની કલ્પના કરે છે. લેટનન્ટ ગવર્નર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી આથક ગતિવિધિઓ વધશે અને સરકારની આવકમાં પણ વધારો થશે.
ઘણા શહેરોની જેમ દિલ્હીમાં પણ લેટનન્ટ ગવર્નર દ્વારા નાઇટ લાઇફ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં, મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ વિસ્તારોમાં ઓપન, ટેરેસ અને અલ્ફ્રેસ્કો ડાઇનિંગ માટે ૧૫૦ જેટલી રેસ્ટોરન્ટને લાયસન્સ આપી દીધા છે. નોંધનીય છે કે લેટનન્ટ ગવર્નરે ઓગસ્ટ મહિનામાં ૩૧૪ વ્યાપારી સંસ્થાઓની પેન્ડિંગ અરજીઓને મંજૂરી આપી હતી. આમમાં કેપીઓ અને બીપીઓ સિવાય ફૂડ, દવાઓ, ટ્રાન્સપોર્ટ-ટ્રાવેલ સેવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓની ઑનલાઇન ડિલિવરી સેવાઓનો સમાવેશ થાય છે. તેમણે રેસ્ટોરાં માટે લાયસન્સની આવશ્યક્તાઓને સરળ બનાવવા અને સુવિધા આપવા માટે ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિની પણ રચના કરી હતી.