નવીદિલ્હી, દિલ્હીના નિહાલ વિહારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં પીવાનું પાણી ન આપવાના કારણે રૂમ પાર્ટનરએ સગીર સાથે મળીને યુવકનું ગળું દબાવી હત્યા કરી હતી. આત્મહત્યા જેવું લાગે તે માટે આરોપીએ લાશના ગળામાં દોરડું બાંધીને તેને છત પરથી લટકાવી દીધો હતો. મૃતકની ઓળખ યુપીના હરદોઈના રહેવાસી રચિત તરીકે થઈ છે. ગળા પર ગળું દબાવવાના નિશાન મળ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંયો હતો. પોલીસે રચિતના રૂમ પાર્ટનર અભય કાંત મિશ્રા, હરદોઈ, યુપીના રહેવાસી અને તેના સગીર પરિચિતને પકડી લીધા છે, જેઓ ઘટના બાદથી ફરાર છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૧૧ જાન્યુઆરીએ લક્ષ્મી પાર્ક વિસ્તારમાં એક યુવકે આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને જોયું તો યુવકનો મૃતદેહ પંખાના સળિયા સાથે લટક્તો હતો. તપાસ દરમિયાન છતની લંબાઈ અને તેની આસપાસ કોઈ સાધનો વગેરે ન હોવાના કારણે પોલીસને શંકા ગઈ હતી.
પોલીસે લાશને નીચે ઉતારી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને તેના ગળા પર નિશાન જોવા મળ્યું. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યાનો ગુનો નોંધ્યો હતો. સ્થળ પર તપાસ દરમિયાન મકાનમાલિકે જણાવ્યું કે રચિત અને તેના બે રૂમ પાર્ટનર આ વિસ્તારમાં આવેલી ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરતા હતા. ઘટના બાદ બંને રૂમ પાર્ટનર ગુમ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
પોલીસે તેની સાથે રહેતા અભય કાંતનો મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. પરંતુ તેનો મોબાઈલ ફોન બંધ હતો. પોલીસે મોબાઈલને સર્વેલન્સ પર મૂક્યો હતો. જેમાં તે હરદોઈમાં હાજર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ ટીમે ત્યાં દરોડો પાડી સગીર અને આરોપી અભય કાંતને પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે ઘટના સમયે ત્રણેય દારૂના નશામાં હતા. તેઓએ મૃતકને પીવાનું પાણી આપવા કહ્યું. તેમને પાણી ન આપવા બાબતે ઝઘડો થયો હતો અને આ દરમિયાન તેઓએ દોરડા વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી.