નવીદિલ્હી,દિલ્હીના મેટ્રો સ્ટેશન પર એક યુવતી અચાનક બેભાન થઈ ઢળી પડી. યુવતીના બેભાન થવાથી સ્ટેશન પર ફરજ બજાવતા સીઆઇએસએફ જવાનને ઘટનાની જાણ થઈ. બેભાન થયેલ યુવતીના શરીરમાંથી લોહી નીકળતું હતું. આ જોતાં યુવતી સાથે કંઈ અઘટિત ઘટના બનવાની આશંકાએ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલના ડોક્ટરે યુવતીની પ્રાથમિક તપાસ કરતા દુષ્કર્મ થયાની પરિવાર અને પોલીસને માહિતી આપી. પોલીસે યુવતી પાસેથી સમગ્ર હકીક્ત જાણ્યા બાદ યુવતીનો મિત્ર બનેલ યુવકની ધરપકડ કરી.
પ્રાપ્ત વિગત મુજબ સાગરપુર વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા એક સગીરે મંગળવારે ૧૨મા ધોરણની વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો હતો. ૧૭ વર્ષીય પીડિતા સરકારી શાળામાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે અને તેના પરિવાર સાથે આઇજીઆઇ એરપોર્ટ નજીક રહે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં પીડિતાની એક સગીર સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી. સગીર યુવાન દિલ્હી કેન્ટના સદર બજાર સ્થિત સરકારી શાળામાં ધોરણ ૧૨નો વિદ્યાર્થી છે. બંને ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતા હતા. તે જનકપુરીના કોચિંગ સેન્ટરમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવા જાય છે.
સગીરને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ મોકલ્યો અને તેને મળવાનું આમંત્રણ આપ્યું. તે ટ્યુશન માટે એક વાગ્યે ઘરેથી નીકળી હતી અને ટ્યુશન પછી લગભગ ત્રણ વાગ્યે તે સાગરપુરમાં કાલી માતાના મંદિર પાસે પહોંચી હતી. સગીર પહેલેથી જ અહીં રાહ જોઈ રહ્યો હતો. તે પીડિતાને ઈ-રિક્ષામાં અંદરની ગલીમાં તેના મિત્રના લેટમાં લઈ ગયો. અહીં વિદ્યાથનીને નશીલા દ્રવ્યો ભેળવીને ચણા ખવડાવવામાં આવ્યા, જેના પછી તે બેભાન થઈ ગઈ. આ પછી આરોપીએ વિદ્યાથની સાથે બળાત્કાર કર્યો, જેના કારણે તે ઘાયલ થઈ ગઈ. સગીર યુવતીએ કોઈક રીતે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને ઈ-રિક્ષા દ્વારા ડાબરી મેટ્રો સ્ટેશન પહોંચી. આ દરમિયાન તેને લોહી વહેવા લાગ્યું અને તે બાથરૂમમાં ગઈ, પરંતુ લોહી વહેવાને કારણે તે બેભાન થઈ ગઈ. સ્ટેશન પર યુવતી બેભાન થવાની ઘટનાની માહિતી મળતાં જ ઝ્રૈંજીહ્લની મહિલા કર્મચારીઓએ તેને ઘેરી લીધી હતી. અને બાદમાં મહિલા કર્મચારીો સારવાર માટે યુવતીને હોસ્પિટલ લઈ ગયા.
આ બનાવ દરમિયાન વિદ્યાર્થીના ફોન પર પરિવારના સભ્યોના ફોન આવતા હતા. ત્યારબાદ સીઆઇએસએફના જવાનોએ પરિવારના સભ્યોને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને પહેલા વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે બળાત્કારને કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી. આ પછી વિદ્યાર્થીને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બુધવારે સવારે ઓપરેશન બાદ પીડિતાની સ્થિતિ સ્થિર છે, પરંતુ ડોક્ટર્સ સતત તેના પર નજર રાખી રહ્યા છે. પરિવારજનોની સૂચના પર પોલીસે બળાત્કાર અને પોક્સો વગેરે કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. તેમજ આરોપી સગીરને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો.