દિલ્હીમાં હવે ૧૬ ફેબ્રુઆરીએ મેયરની ચૂંટણી યોજાશે

નવીદિલ્હી,

અત્યાર સુધીમાં ત્રણ વખત મેયરની ચૂંટણી કરાવવામાં નિષ્ફળ રહી છે. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મેયરની ચૂંટણી માટે એમસીડી હાઉસ બોલાવવાની તારીખ તરીકે ૧૬ ફેબ્રુઆરીને મંજૂરી આપી દીધી છે.

અત્યાર સુધીમાં બોલાવવામાં આવેલી તમામા બેઠકોમાં કાઉન્સિલરોએ ગૃહમાં ભારે હંગામો મચાવ્યો હતો જેના કારણે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં મેયરની ચૂંટણી માટે ગૃહની બેઠક ૬ અને ૨૪ જાન્યુઆરી તેમજ ૬ ફેબ્રુઆરીએ મળી ચૂકી છે.

કાઉન્સિલરોના હોબાળાના કારણે પ્રિસાઇડિંગ ઓફિસર સત્ય શર્માએ બેઠક આગામી તારીખ સુધી મુલતવી રાખી હતી. આ રીતે ત્રણેય વખત મેયરની ચૂંટણી થઈ શકી ન હતી. જેના કારણે ફરી એકવાર ગૃહની બેઠક બોલાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે. છેલ્લા ૧૫ વર્ષથી દિલ્હી કોર્પોરેશનમાં ભાજપનું શાસન હતું, જેને આમ આદમી પાર્ટીએ છીનવી લીધું છે.