દિલ્હીમાં બાઇક ટેક્સી પર પ્રતિબંધ, ૧ લાખ લોકો બેરોજગાર

નવીદિલ્હી,

દિલ્હીમાં બાઇક ટેક્સી પર પ્રતિબંધ મુકવામાં આવતા એક લાખથી વધુ લોકો બેરોજગાર થઇ ગયા છે અને તેઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

બાઇક ટેકસી ચાવનાર સુનીલ કુમારે જણાવ્યું હતું કે પહેલા હું કેબ ચલાવતો હતો. મારી પોતાની કેબ હતી. કોરોનાની મહામારી દરમિયાન તેને વેચી દેવી પડી, કારણ કે બાળકોની ફી ભરવાની હતી.મારી પાસે જૂની બાઇક હતી, મેં તેને બાઇક ટેક્સી તરીકે ચલાવવાનું શરૂ કર્યું. જેમ-તેમ કરીને ઘર સંભાળ્યું હતું, હવે સરકારે બાઇક ટેક્સી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ’હવે બાળકોની ફી ક્યાંથી ભરવી, કેવી રીતે ભણાવવા. દીકરો ૧૨માં છે, હું તેને કહું કે તું પણ કામ કર, કારણ કે મારી પાસે કોઈ કામ નથી. મારી ઉંમર થઈ ગઈ છે, તો કોઈ નોકરીએ પણ રાખતું નથી.મને સમજાતું નથી કે શું કરું, હવે શું ગળે ફાંસો ખાઈ લઉ.

૪૭ વર્ષીય સુનીલ ગુસ્સામાં આ વાત કહે છે, પરંતુ તેમાં લાચારી વધુ છુપાયેલી છે. દિલ્હી સરકારે ૨૦ ફેબ્રુઆરીએ એક આદેશ જારી કર્યો હતો, જેમાં લખ્યું હતું કે ખાનગી બાઇકનો કૉમર્શિયલ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં, જો કોઈ આમ કરતું જોવા મળશે તો ૧ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

આ આદેશથી દિલ્હીમાં બાઇક ટેક્સી ચલાવતા ૮૦ હજારથી ૧ લાખ લોકોની હાલત સુનીલ જેવી થઈ ગઈ છે. તેઓ કહે છે કે ખાવા માટે પણ પૈસા નથી. બાળકો ભૂખ્યા રડે છે આમાં કશું સાચું કે ખોટું લાગતું નથી.

આ સર્વિસનો ઉપયોગ કરતા લોકો પણ ચિંતિત છે. આના બે કારણો છે – પ્રથમ બાઇક ટેક્સીઓ ઓટો અથવા કેબ કરતાં ઘણી સસ્તી હોય છે. તેમનું ભાડું કેબ કરતા ચોથા ભાગનું ઓટો કરતા લગભગ અડધું હોય છે. બીજું, કે દિલ્હીના ટ્રાફિકજામમાં તે ઓછા સમયમાં સ્ટોપ સુધી પહોંચાડી દે છે.

કોરોના સમય જરમિયાન જેમનું કામ-કાજ છીનવાઈ ગયું હતું, તેમના માટે ઘરે પડેલી બાઈક તેમના માટે રોજગાર બની હતી. ઘણા બધા લોકો કે જેઓ બીજું કંઈ કરી શક્તા ન હતા અને તેમની પાસે બાઇક હતી, તેમણે બાઇક રાઇડ સર્વિસ એપ પર આઈડી બનાવીને આ કામ શરૂ કર્યું. આમાં કોઈ ખર્ચ ન હતો અને રોજના ૫૦૦ રૂપિયા સુધીની કમાણી થઈ જાય.

આ સર્વિસ બંધ થયા બાદ મેં એવા લોકો સાથે વાત કરી જેઓ બાઇક ટેક્સી દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પહેલા ૫૩ વર્ષના વેદ પ્રકાશને મળ્યા. તેઓ ત્રણ વર્ષથી બાઇક ટેક્સી ચલાવી રહ્યા હતા. વેદ પ્રકાશ કહે છે, ’પરિવારમાં ૫ લોકો છે. હું તેમનો ખર્ચ કેવી રીતે ઉઠાવું.’પહેલા તેઓ રોજના ૭૦૦-૮૦૦ રૂપિયા કમાઈ લેતા હતા. એટલામાં ઘર ચલાવવું મુશ્કેલ હતું, પણ તેમ છતાં ચાલતું હતું. જ્યારે બાઇક ટેક્સી બંધ થઈ તો બધું થંભી ગયું. હવે આ ઉંમરે હું બીજું શું કરીશ? હું ૧૦મા ધોરણ સુધી ભણ્યો છું. ત્રણ બાળકો છે, જેઓ અભ્યાસ કરે છે. જો હું કોઈ કામ ન કરી શકું તો તેમનો અભ્યાસ બંધ થઈ જશે.

’દિલ્હી સરકારનું કહેવું છે કે તેને બાઇક ટેક્સી સર્વિસ ચલાવવા વિશે વધારે જાણકારી નહોતી, હવે ખબર પડી છે કે તે ૧૯૮૮ના મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન થાય છે, તેથી જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. આટલા વર્ષોથી સરકાર આ સેવા પર ૫% જીએસટી વસૂલતી હતી. આવી સ્થિતિમાં સરકારની દલીલ સમજાતી નથી.