નવીદિલ્હી, પ્રજાસત્તાક દિવસ ૨૦૨૪નું ફુલ ડ્રેસ રિહર્સલ આવતીકાલે ૨૩ જાન્યુઆરીએ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે. પરેડ વિજય ચોકથી શરૂ થશે અને ર્ક્તવ્ય પથ, સી-હેક્સાગોન, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેચ્યુ સ્ક્વેર, તિલક માર્ગ, બહાદુર શાહ ઝફર માર્ગ અને નેતાજી સુભાષ માર્ગ થઈને લાલ કિલ્લા પર પહોંચશે.
દિલ્હી પોલીસે સવારે ૦૯.૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી રિહર્સલ માટે નિશ્ચિત કરેલા રૂટ પર ન જવાની સલાહ આપી છે. સોમવારે રાત્રે ૧૧ વાગ્યાથી રફી માર્ગ, જનપથ અને માનસિંહ રોડ પર કોઈપણ પ્રકારના ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હી પોલીસ દ્વારા મુસાફરોને પરેડના માર્ગો ટાળવા અને તે મુજબ તેમની મુસાફરીની યોજના બનાવવાની સલાહ આપવામાં આવી છે.
વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીના ર્ક્તવ્ય પથ પર પરિવહન સેવા ૨૨ જાન્યુઆરીના રોજ સાંજે ૬ વાગ્યાથી પરેડના અંત સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે.
રફી માર્ગ, જનપથ, માનસિંહ રોડ પર ૨૨ જાન્યુઆરીએ રાત્રે ૧૧ વાગ્યાથી પરેડના અંત સુધી ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે નહીં.
’સી’ હેક્સાગોન-ઇન્ડિયા ગેટ ૨૩ જાન્યુઆરીના રોજ સવારે ૦૯.૧૫ વાગ્યાથી પરેડના તિલક માર્ગ પાર કરતાં સુધી ટ્રાફિક માટે બંધ રહેશે.
૨૩ જાન્યુઆરીએ સવારે ૧૦.૩૦ વાગ્યાથી તિલક માર્ગ, મ્જીઢ માર્ગ અને સુભાષ માર્ગ પર બંને દિશામાં ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે નહીં. પરેડના આવાગમનના આધારે જ ટ્રાફિકને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.
સાઉથ દિલ્હીથી રિંગ રોડ-આશ્રમ ચોક-સરાઈ કાલે ખાન-રિંગ રોડ રાજઘાટ-રિંગ રોડ-ચોક યમુના બજારના રૂટનો ઉપયોગ કરી શકાશે. એસપી મુખર્જી માર્ગ-છત્તા રેલ-કૌરિયા બ્રિજ અને જૂની દિલ્હી રેલવે સ્ટેશન સુધી પહોંચી શકાશે.