આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાખી બિરલનના પિતા વિરુદ્ધ દિલ્હીના મંગોલપુરી પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર સાથે ગેરવર્તનનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે રાખી બિરલાનના ૭૨ વર્ષીય પિતા સંજય ગાંધી હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં તેમની મહિલા ડૉક્ટર સાથે બોલાચાલી થઈ હતી. આ પછી મહિલા ડોક્ટરે તેની સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની તપાસ કરતી વખતે પોલીસે રાખી બિરલાનના પિતા વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે.
અગાઉ નવેમ્બર ૨૦૧૬માં દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાખી બિરલાના પિતા અને પાર્ટીના એક સ્થાનિક નેતા સામે ૨૪ વર્ષની પરિણીત મહિલાને ચૂંટણી માટે ટિકિટ આપવાના બહાને બળાત્કાર ગુજારવાનો કેસ નોંયો હતો. જોકે, પાર્ટીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પોલીસે આપ નેતા રામ પ્રતાપ ગોયલના પિતા ભૂપેન્દ્ર અને દિલ્હી વિધાનસભાના ઉપાધ્યક્ષ રાખી બિરલા વિરુદ્ધ સામૂહિક બળાત્કાર અને ગુનાહિત ધમકી હેઠળ કેસ નોંયો છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, ગોયલ અને ભૂપેન્દ્રએ તેણીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીમાં પાર્ટીની ટિકિટ આપવાનું વચન આપ્યા બાદ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે તે ઉત્તર-પશ્ર્ચિમ દિલ્હીના રોહિણી સેક્ટર ૩માં ગોયલને મળી હતી અને તેઓએ નંબર એક્સચેન્જ કર્યા હતા. તેઓ લગભગ ૪-૫ મહિના સુધી સંપર્કમાં રહ્યા અને તેમને સ્ઝ્રડ્ઢ ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ આપવાનું વચન આપવામાં આવ્યું.
આપને જણાવી દઈએ કે રાખી બિરલન દિલ્હી વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પદ પર પણ છે. તે સતત ત્રણ વખત આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમની ગણતરી પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં થાય છે.