નવીદિલ્હી, પ્રજાસત્તાક દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશની રાજધાનીમાં તેની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે ત્યારે પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને ૧૯ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ સુધી દિલ્હીના એરસ્પેસમાં થોડા કલાકો માટે પ્રતિબંધ રહેશે. આ અંગે દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કેકે ૧૯ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી સુધી સવારે ૧૦:૨૦થી બપોરે ૧૨:૪૫ સુધીની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ રહેશે.
આ પ્રતિબંધ સમય સુધી દિલ્હી એરપોર્ટ પરથી કોઈ ફ્લાઈટ લેન્ડિંગ અથવા ટેક-ઓફ થશે નહીં. જો કે તેમણે કહ્યું કે આ પ્રતિબંધ પ્રજાસત્તાક દિવસને લઈને લગાવવામાં આવ્યો છે. આ અઠવાડિયે એરમેન ટૂ સૂચનાએ જણાવ્યું હતું કે ૧૯થી ૨૫ જાન્યુઆરી દરમિયાન નિર્ધારિત એરલાઈન્સની નોન શિડ્યુંલ્સ ફ્લાઈટ્સ અને ચાર્ટર્ડ ફ્લાઈટ્સનું લેન્ડિંગ અથવા ટેક-ઓફની સવારે ૧૦થી બપોરે ૧.૧૫ વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવશે નહીં.
આ અઠવાડિયાની શરૂઆતમાં જારી કરાયેલ એનઓટીએએમ મુજબ, આ પ્રતિબંધો ૨૬થી ૨૯ જાન્યુઆરીના સમયગાળા દરમિયાન સવારે ૬થી રાત્રે ૯ વાગ્યા સુધીનો પ્રતિબંધ હતો. સામાન્ય રીતે, એનઓટીએએમ એક સૂચના છે જેમાં ફ્લાઈટ ઓપરેશનમાં સામેલ કર્મચારીઓ માટે જરૂરી માહિતી હોય છે.
ભારત ૨૬ જાન્યુઆરીએ પોતાનો ૭૫મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે. આ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હશે. આ છઠ્ઠી વખત હશે જ્યારે કોઈ ફ્રાન્સના પ્રમુખ પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ હશે. આ વર્ષે પ્રથમ વખત બોર્ડર સિક્યુરિટી ફોર્સની તમામ મહિલાઓ માચગ અને બ્રાસ બેન્ડ ટુકડીઓ ર્ક્તવ્ય પથ પર ભાગ લેશે.