નવીદિલ્હી,
દિલ્હીમાં શનિવારે રાત્રે એક અજીબોગરીબ ઘટના જોવા મળી હતી. જેમાં આફ્રિકન મૂળના ૩ નાગરિકોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ત્યારે ૧૦૦થી પણ વધુ આફ્રિકન મૂળના લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના ૩ સાથીઓને પોલીસ સ્ટેશનમાંથી છોડાવવા માટે ઑફિસર્સથી લડ્યા હતા. અને પોતાના સાથીઓને છોડાવ્યા હતા. સાઉથ દિલ્હીમાં પોલીસે રાજુ પાર્ક વિસ્તારમાંથી ૩ આફ્રિકી નાગરિકોને પકડી લીધા હતા. કારણ કે તેઓના વિઝા એક્સપાયર થઈ ગયા હતા. છતાં તેઓ ભારતમાં રહેતા હતા.
રિપોર્ટ મુજબ, સાથીઓને છોડાવવા માટે ૧૦૦થી પણ વધુ આફ્રિકન નાગરિકોએ પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. આ લોકોએ પોલીસ સાથે લડીને પોતાના સાથીઓને પોલીસની કસ્ટડીમાંથી છોડાવ્યા હતા. જોકે આ ૩ નાગરિકોમાંથી એકને પોલીસે ફરી પકડી લીધો હતો. પોલીસે આ મામલે લિગલ એક્શન લેવાની તૈયારી કરી લીધી છે.
જ્યારે તે ત્રણમાંથી એકને પકડ્યો હતો, ત્યારે ટોળું ફરીથી પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. જોકે પછીથી પોલીસે ત્રણ આરોપીઓમાંથી એક ફિલિપ નામના વ્યક્તિને ફરીથી પકડી લીધો હતો. આ પછી, નેબ સરાય પોલીસ સ્ટેશન અને નાર્કોટિક્સ સ્ક્વોડની ટીમે આ વિસ્તારમાંથી અન્ય ચાર લોકોની ધરપકડ કરી હતી. આફ્રિકન મૂળના ૧૦૦ લોકો ફરીથી પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા, પરંતુ પોલીસ કોઈ રીતે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સફળ રહી હતી. તેઓ હવે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે.