દિલ્હીમાં ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કરી સામૂહિક બળાત્કાર કરી હત્યા કરાઇ

નરેલા વિસ્તારમાં ૧૦ વર્ષની બાળકીનું અપહરણ, ગેંગરેપ અને હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. રાત્રે જમ્યા બાદ યુવતી ગુમ થઈ ગઈ હતી. શોધખોળ દરમિયાન મોડી રાત્રે બાળકીની લાશ ખાલી પ્લોટમાંથી મળી આવી હતી. બાળકીનું માથું કચડીને હત્યા કરવામાં આવી હતી.

પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંયો હતો. યુવતીના ઘરની આસપાસના લોકોએ જણાવ્યું કે યુવતી પડોશમાં રહેતા રાહુલ સાથે જોવા મળી હતી, પોલીસે રાહુલની ધરપકડ કરી હતી. તેણે જણાવ્યું કે બાળકીનું અપહરણ કર્યા બાદ તેણે તેના મિત્ર દેવદત્ત સાથે મળીને યુવતીનો ગેંગરેપ કર્યો અને તેની હત્યા કરી.