
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. હવે અરવિંદ કેજરીવાલ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. મળતી માહિતી મુજબ કેજરીવાલ CBI દ્વારા ધરપકડ અને જામીન અરજીને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.
હાઈકોર્ટના આદેશ બાદ હવે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર નહીં આવી શકે. સીબીઆઈ કેસમાં ધરપકડને ગેરકાયદેસર જાહેર કરતી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. હાઈકોર્ટે જામીન માટે નીચલી કોર્ટમાં જવાનું કહ્યું છે.
જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે એવું કહી શકાય નહીં કે આ કોઈ યોગ્ય કારણ વગર કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની જામીન અરજીનો પણ નિકાલ કર્યો હતો અને તેમને રાહત માટે નીચલી કોર્ટમાં જવાની સ્વતંત્રતા આપી હતી.
સીબીઆઇ દ્વારા તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર હાઈકોર્ટે ૧૭ જુલાઈએ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આપેે કહ્યું, કેજરીવાલ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. સુપ્રીમ કોર્ટે તેમને એક્સાઇઝ પોલિસી સંબંધિત ઈડી મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન આપી દીધા છે.