દિલ્હી લિકર કૌભાંડ: વિજય નાયર ૨૩ મહિના પછી જેલમાંથી બહાર આવશે

આમ આદમી પાર્ટીના પૂર્વ મીડિયા ઈન્ચાર્જ અને દિલ્હી દારૂ કૌભાંડના આરોપી વિજય નાયરને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઈડ્ઢ કેસમાં વિજય નાયરને જામીન આપી દીધા છે. વિજય નાયર ૨૩ મહિનાથી જેલમાં છે. મનીષ સિસોદિયાના કેસને ટાંકીને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. સીબીઆઈ કેસમાં વિજય નાયર પહેલાથી જ જામીન પર છે. વિજય નાયર હવે જેલમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે કે. કવિતા અને મનીષ સિસોદિયાના જામીનનો આધાર બનાવ્યો.

સુપ્રીમ કોર્ટે દિલ્હી શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં વિજય નાયરને જામીન આપ્યા અને કહ્યું કે સ્વતંત્રતા ’અલંઘન્ય’ છે. સંકલન બેંચ દ્વારા ઉલ્લેખિત ’જામીન એ નિયમ છે, જેલ એ અપવાદ છે’ના કાયદાકીય સિદ્ધાંતનું પાલન કરતાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પ્રી-ટ્રાયલ અટકાયત એ સજા ન હોઈ શકે. જસ્ટિસ હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની બેંચે કહ્યું કે નાયર મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા ૨૨ મહિનાથી જેલમાં છે જ્યાં મહત્તમ સજા ૭ વર્ષની છે. ૧૨ ઓગસ્ટે બેન્ચે નાયરની જામીન અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પાસેથી જવાબ માંગ્યો હતો.

એજન્સીએ ૧૩ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ નાયરની ધરપકડ કરી હતી. નાયરે ટ્રાયલ કોર્ટના ૨૯ જુલાઈના આદેશને પડકાર્યો હતો, જેણે તેની કુદરતી જામીન અરજી ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે ગયા વર્ષે ૩ જુલાઈએ મની લોન્ડરિંગ કેસમાં નાયર અને અન્ય સહ-આરોપીઓને જામીન આપવાનો ઈક્ધાર કર્યો હતો.

લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના દ્વારા હાલમાં રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની ભલામણ બાદ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વિજય નાયર એ લોકોમાંથી એક છે જેમને સૌથી પહેલા દારૂ કૌભાંડમાં પકડવામાં આવ્યા હતા. સીબીઆઈએ નાયરને મનીષ સિસોદિયાના નજીકના ગણાવ્યા હતા.