નવીદિલ્હી,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસના સંદર્ભમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવને સમન્સ મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર કેસની પૂછપરછ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પીએને સમન્સ પાઠવ્યું: હવે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પીએની પૂછપરછ થશે, ઈડીએ મોકલ્યું સમન્સ.
દિલ્હી લિકર પોલિસી કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. ED એ કહ્યું કે તે દિલ્હી એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મામલામાં મુખ્યમંત્રીના સચિવ પાસેથી કેટલાક પ્રશ્ર્નો પૂછવા માંગે છે, તેથી તેણે મુખ્યમંત્રીના સચિવને સમન્સ પાઠવ્યા છે. સીબીઆઈ અને ઈડી બંને આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે, ઇડી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ આ મામલાની તપાસ કરી રહી છે. આ કેસમાં ED એ અત્યાર સુધીમાં ૯ આરોપીઓની ધરપકડ કરી છે.
સીબીઆઇ અને ઈડીએ મળીને અત્યાર સુધી આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર પોતાનો કકળાટ કસ્યો છે. સત્યેન્દ્ર જૈન હાલમાં અનેક કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તો બીજી તરફ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ પણ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
આગલા દિવસે જ, દિલ્હીના એલજીએ ગુપ્તચર રાજકીય માહિતી એકત્ર કરવા સંબંધિત કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી છે, જેણે તેમના માટે નવી સમસ્યા ઊભી કરી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પ્રિન્સિપલ સેક્રેટરીને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૧૭ હેઠળ સિસોદિયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે. ટ્વીટર પર સિસોદિયાએ કેન્દ્ર સરકારના આ પગલાની ટીકા કરી હતી.