દિલ્હી: એલજીએ સુપ્રીમ કોર્ટમાં ૪૩૭ સલાહકારોને હટાવવાના નિર્ણયનો બચાવ કર્યો, કહ્યું- ગેરકાયદેસર નિમણૂક

નવીદિલ્હી, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા નિયુક્ત ૪૩૭ સલાહકારોને હટાવવાના તેમના નિર્ણયનો બચાવ કર્યો છે. ઉપરાજ્યપાલે એફિડેવિટમાં સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે આ નિમણૂંકો ગેરકાયદેસર છે અને અનામત અને વહીવટી કાયદાના બંધારણીય સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

સોગંદનામામાં જણાવાયું છે કે આ નિમણૂંકોનો હેતુ દિલ્હીમાં કોઈપણ જવાબદારી વિના સમાંતર વહીવટી સેવા ચલાવવાનો હતો. આમાંથી ઘણી નિમણૂકો રાજકીય ઝુકાવના કારણે કરવામાં આવી છે. આ ૪૩૭ સલાહકારો, ફેલો અથવા સંશોધકોની નિમણૂક ગેરકાયદેસર હતી અને આ સંબંધમાં લેવાયેલા નિર્ણય સામે કોઈપણ અપીલ દિલ્હી હાઈકોર્ટમાં થવી જોઈતી હતી અને સીધી સુપ્રીમ કોર્ટમાં નહીં, એલજીએ એફિડેવિટમાં જણાવ્યું હતું. તે પણ માત્ર એ હકીક્ત વિના કે સેવાઓ સંબંધિત વટહુકમનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કોર્ટમાં આવી અપીલની મંજૂરી આપવી જોઈએ નહીં.