દિલ્હી ખાતે ઉજવાયો સિવિલ સર્વીસીસ ડે : ગુજરાતના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને મળ્યું રાષ્ટ્ર સ્તરે સન્માન: વડાપ્રધાન મોદીના હસ્તે મળ્યો એવોર્ડ

નવીદિલ્હી,ગુજરાતના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે નવી દિલ્હી ખાતે સિવિલ સર્વીસીસ ડે ની ઉજવણીકરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી એક્સલેન્સ એવોર્ડ ઇન પબ્લીક એડમિનિસ્ટ્રેશન અંતર્ગત ગુજરાતના શિક્ષણ વિભાગના પ્રોજેક્ટ પથ અને આરોગ્ય વિભાગના SOTTO એકમને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવા હતા.

આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલે રાજ્યના શિક્ષકો અને તબીબોની ર્ક્તવ્યનિષ્ઠા અને જવાબદેહિતાને આ એવોર્ડ સમર્પિત કરતા જણાવ્યું હતું કે રાજ્ય શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની નવિનત્તમ પહેલને રાષ્ટ્ર સ્તરે સન્માન મળ્યું છે

પ્રોજેક્ટ પથ અંતર્ગત વિદ્યાર્થીઓની વાંચન અને લેખનના કૌશલ્યમાં વધારો કરવામાં આવ્યો હતો પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન સુધારા માટે મહેસાણાથી શરૂ કરાયેલ પ્રોજેક્ટ પથ હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પારદર્શિતા, ગુણવત્તા, સંવેદનશીલતાના અભિગમ દાખવીને સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. તેમજ ટ્રાન્સપ્લાન્ટ માટે મહિલાઓ અને બાળકોને પ્રાથમિક્તા આપવમાં આવે છે .

૨૫ થી ૩૦ લાખના ખર્ચે ખાનગી હોસ્પિટલમાં થતા હદય, લીવર, કિડની જેવા ટ્રાન્સપ્લાન્ટ પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા હતા આ ઉપરાંત સિવિલ મેડિસીટીની જ સિવિલ હોસ્પિટલમાં અંગદાન જ્યારે કિડની અને હદયરોગ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ વિનામૂલ્યે અથવા નજીવા દરે શક્ય બન્યા છે.