દિલ્હી: આઇજીઆઇ એરપોર્ટ પર પેકેટમાથી મળ્યા ૩ કરોડ રૂપિયા કૈશ, દિલ્હીથી નોટો કેરલ મોકલવામાં આવતી હતી

નવીદિલ્હી,

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કરોડો રૂપિયાની રકમ આઇજીઆઇના કાર્ગોના ટમનલ પર એક પેકેજને સ્કેન કરતા સમયે જબ્ત કરવામાં આવ્યુ હતુ. મીડિયા રિપોર્ટ સનુસાર જપ્ત કરવામાં આવેલ રકમ ૩ કરોડ રૂપિયા કરતા વધા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છએ. આ મામલની તપાસમાં દિલ્હી પોલીસ, સીઆઇએફએસ સમહિત એજેન્સીઓ કામે લાગી છે.

દિલ્હી પોલીસે આપેલી માહિતી અનુસાર જપ્ત કરવામાં આવેલ નકદની ગણતરી હજી પણ ચાલી રહી છે. પકડવામાં આવેલા કેશને લઇને દિલ્હી પોલીસે કહ્યુ કે, દિલ્હીમાં આઇજીઆઇ એરપોર્ટ પર કાર્ગો ટમનલ પર એક પેકેટમાથી સ્કેનિંગ દરમિયાન ૩ કરોડ રૂપિયા કરતા વાધારે રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલ રકમની ગણતરી કરવામા આવી રહી છે .સીઆઇએસએફ અને દિલ્હી પોલીસ આગળની તપાસ કરી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર પોલીસ તરફથી કરવામાં આવેલ જપ્ત નોટોને કેરલ મોકલવામાં આવી હતી. કહેવામા આવી રહ્યુ છે કે, દિલ્હીની એક કંપનીએ કેરલની કંપનીને આ રકમ મોકલી હતી. પોલીસ આ મામલે અમુક લોકોની ધરપકડ કરી હતી. જેનાથી સુરક્ષા એજેન્સી, સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસ પુછપરછ કરી રહી છે.જણાવામાં આવી રહ્યુ છે કે, નોટોના બડલને એક પેકેટમાં બનવામાં આવ્યુ હતુ., જેને કાર્ગોમાં ટમનલ પર સ્કેનિંગ દરમિયાન શંકા જતા ખોલવામાં આવ્યુ હતુ. જેને ખોલવામા આવતા તેની અદર નોટ હતી.