દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના પીડિતોએ એક ભ્રષ્ટ, અસમર્થ અને સ્વાર્થી સરકારનું પરિણામ ભોગવ્યું છે.

  • મોદીજી અને ભાજપ દ્વારા વિશ્ર્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના મોટા મોટા દાવાઓની પોલને ખુલ્લી પાડે છે: ખડગે.

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે સવારે ટમનલ ૧ ની છત ધરાશાયી થવાના કારણે સર્જાયેલા દુ:ખદ અકસ્માત બાદ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ શરૂ કર્યા છે. જ્યારે કોંગ્રેસ અયક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અકસ્માત માટે મોદી સરકારના ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો છે, ત્યારે હવે મોદી સરકારે જવાબ આપતા કહ્યું કે, એરપોર્ટમાં જે ભાગ તૂટ્યો તે વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસ સરકારના રાજમાં (યુપીએ સરકાર દરમિયાન) બાંધવામાં આવ્યો હતો.

દુર્ઘટના બાદ આઇજીઆઇ એરપોર્ટ પર પહોંચેલા નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, એરપોર્ટ ટમનલની છત પડવાની ઘટનાના મુદ્દાને સરકારે ગંભીરતાથી લીધો છે. આ બાબતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે મૃતકોના પરિવારને ૨૦ લાખ રૂપિયા અને ઘાયલોને ૩ લાખ રૂપિયાની આથક સહાય કરવાની પણ જાહેરાત કરી હતી. મંત્રીએ કહ્યું કે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે, કોઈની પણ બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

નાગરિક ઉડ્ડયન મંત્રીને સવાલ કરાયો કે, વિપક્ષ ઉતાવળમાં ઉદ્ઘાટન કરવાનો આરોપ લગાવી રહ્યો છે, ત્યારે રામ મોહન નાયડુએ સ્પષ્ટતા કરી કે, એરપોર્ટ ટમનલનો જે ભાગ પડી ગયો છે તેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું નથી. તેમણે કહ્યું કે, ’આ બાબતે હું સ્પષ્ટ કરી દઉં કે પીએમ મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું તે બીજી બાજુનો ભાગ છે. એ અલગ જ છે. અને આજે જે ટમનલનો ભાગ પડ્યો તે વર્ષ ૨૦૦૯માં બંધાયો હતો. જણાવી દઈએ કે ૨૦૦૪થી ૨૦૧૪ સુધી દેશમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ ગઠબંધનનું શાસન હતું.

જણાવી દઈએ કે, વરસાદ બાદ દિલ્હી એરપોર્ટની છત પડવા મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અયક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાયું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ કરી નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, ’ મોદી સરકારના છેલ્લા ૧૦ વર્ષોમાં નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા મામલે ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારી જવાબદાર છે. દિલ્હી એરપોર્ટ (્૧)નીછત પડવી, જબલપુર એરપોર્ટની છત ધરાશાયી થવી, અયોયાના નવા રસ્તાઓની ખરાબ સ્થિતિ, રામ મંદિરમાં પાણી ટપકવું, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડમાં તિરાડો, ૨૦૨૩ અને ૨૦૨૪માં બિહારમાં ૧૩ નવા પુલ તૂટવાને આરે છે. પ્રગતિ મેદાન ટનલનું વારંવાર ડૂબી જવું, ગુજરાતમાં મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના… આ એવા કેટલાક ઉદાહરણો છે જે મોદીજી અને ભાજપ દ્વારા વિશ્ર્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના મોટા મોટા દાવાઓની પોલને ખુલ્લી પાડે છે.

મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે, ૧૦ માર્ચે, જ્યારે મોદીજીએ દિલ્હી એરપોર્ટ ૧નું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે તેમણે પોતાને જુદી માટીનો માણસ તરીકે ઓળખ આપી હતી. આ બધી ખોટી વાહવાહી અને નિવેદનબાજી માત્ર ચૂંટણી પહેલા રિબન કાપવાની વિધિ પૂર્ણ કરવા માટે હતા. દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના પીડિતો પ્રતિ અમારી હૃદયપૂર્વકની સંવેદના છે. તેમણએ એક ભ્રષ્ટ, અસમર્થ અને સ્વાર્થી સરકારનું પરિણામ ભોગવ્યું છે.

જણાવી દઈએ કે દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવારે (૨૮ જૂન) સવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ હતી. એરપોર્ટના ટમનલ-૧ની છતનો એક ભાગ ત્યાં પાર્ક કરેલા વાહનો પર પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ૪ લોકો ઘાયલ થયા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે.