ગુજરાતમાં સ્પાની આડમાં ગોરખધંધા કરતા એકમો સામે સરકારે લાલ આંખ કરી છે. દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ૩૦ સ્પા અને જાણીતી હોટલ પર ઝ્રૈંડ્ઢ ક્રાઈમના સામુહિક દરોડા પાડ્યા છે. જેમાંથી ૧૪ સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો મળી આવ્યા છે.
વિદેશી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા.અમદાવાદ અને ગાંધીનગરના સ્પા અને જાણીતી હોટેલોમાં દરોડા પાડતા રશિયા અને નાઇઝિરિયાની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવાતો હોવાનો પર્દાફાશ થયો છે.
આ સમગ્ર ઘટનાના પગલે સાબરકાંઠાના મોહસીન મેમણ વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદવાદના સેટેલાઇટમાં માયરા સ્પાની આડમાં કુટણખાનું ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. તેમજ ગાંધીનગરના સરગાસણમાં પણ સ્પા સેન્ટરની આડમાં ગોરખધંધા ચાલતા હોવાનું સામે આવ્યું છે.