શાહજહાંપુર,
ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જીલ્લામાં ભાજપના એક નેતાના ગેસ્ટ હાઉસને સીલ મારવામાં આવ્યું છે.અહેવાલો અનુસાર શાહજહાંપુરના પૂર્વ નગર પંચાયત અધ્યક્ષ અને ભાજપ નેતા અજયકુમાર ગુપ્તાના ગેસ્ટ હાઉસમાં પોલીસે પોતાનું તાળુ લગાવી તેને બંધ કરાવી દીધુ છે.જયારે ગેસ્ટ હાઉસના માલિક અજયકુમાર ગુપ્તાએ તેને રાજનીતિક હરીફનું કાવતરૂ ગણાવ્યું છે.પોલીસે આ ગેસ્ટ હાઉસ પર ગંદુ કામ થવાની માહિતી પર દરોડો પાડયો હતો અને ધટના સ્થળેથી અનેક યુવકો અને યુવતીઓની ધરપકડ કરી હતી.
અજયતુમાર ગુપ્તાએ કહ્યું હતું કે તેમના ગેસ્ટ હાઉસમાં ૧૮ વર્ષથી ઉપરના લોકોને જ રૂમ આપવામાં આવે છે.તેમણે કહ્યું કે પોલીસે જે લોકોને પકડયા છે તે તમામ ૧૮ વર્ષની ઉપર છે તેમણે કહ્યું કે તેમના ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરા લાગેલા છે અને રાજનીતિક હરીફાઇને કારણે ગેસ્ટ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા છે.
અપર પોલીસ અધીક્ષક સંજયકુમારે જણાવ્યું હતું કે રોજા પોલીસ સ્ટેશન વિસ્તારના આશા મન્નત ગેસ્ટ હાઉસમાંથી સાત યુવતીઓ અને સાત યુવકો મળી આવ્યા છે જેમની ધરપકડ કરવામાં આવી છે.સંજયકુમારે કહ્યું કે તેમાંથી કેટલીક યુવતીઓ કહેવાતી રીતે દેહવ્યાપારમાં સંડોવાયેલી હતી જયારે કેટલાક પ્રેમી જોડા હતાં તેમણે કહ્યું કે રોજા પોલીસને માહિતી મળી હતી કે આશા મન્નત ગેસ્ટ હાઉસમાં અનૈતિક કાર્ય થઇ રહ્યું છે જેને કારણે ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડો પાડયો હતો.આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું કે ગેસ્ટ હાઉસમાં મળેલી કેટલીક યુવતીઓ દેહ વ્યાપારમાં સંડોવાયેલી છે તેમણે કહ્યું કે જેવો જ પોલીસે દરોડો પાડયો હોટલ પ્રબંધક અનુપ કુમાર તથા કૃણાલ ગુપ્તા અને ગેસ્ટ હાઉસના માલિક અજયકુમાર ગુપ્તા ફરાર થઇ ગયા છે