દીવ ટાપુ રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇનિશિયેટિવ ગેધરિંગ કોન્ફરન્સનું આયોજન કરવા તૈયાર છે

દીવ, ભારતમાં દીવ ટાપુ પર બે દિવસીય જી-૨૦ રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇનિશિયેટિવ ગેધરિંગ (આરઆઇઆઇજી) કોન્ફરન્સ યોજાશે. તેનું આયોજન પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ૧૮ અને ૧૯ મેના રોજ કરવામાં આવશે. આ દરમિયાન,આરઆઇઆઇજી પહેલ હેઠળ ૫ બેઠકોનું આયોજન કરવામાં આવશે. દીવમાં યોજાનારી આરઆઇઆઇજીની બેઠકમાં ‘બ્લુ ઇકોનોમી માટે વૈજ્ઞાનિક પડકારો અને તકો’ પર ચર્ચા કરવામાં આવશે.

આ વિષયને સમુદ્ર અને તેના સંસાધનોના ઉપયોગ અને વ્યવસ્થાપન સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને સમાધાન માટે પસંદ કરવામાં આવી છે. તાજેતરના સંશોધન અને નવીનતાની ચર્ચા કરવા અને તમામ દેશોને લાભ આપતી ટકાઉ બ્લૂ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવાની રીતો ઓળખવા માટે બોલાવવામાં આવેલી આ બેઠકમાં વિશ્ર્વભરના વૈજ્ઞાનિકો, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો હાજરી આપશે.

જી -૨૦ ઈન્ડિયાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું, “દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશો આકટેક્ચરલ અજાયબીઓથી ભરેલા છે અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી વારસાને સંપૂર્ણ રીતે સમાવે છે. ‘આઇલેન્ડ ટાઉન’ દીવ ૫મી આરઆઇઆઇજી કોન્ફરન્સનું આયોજન કરવા માટે તૈયાર છે.

દીવ ટાપુ પર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા આયોજિત આ બેઠકનો હેતુ જી ૨૦ દેશોને તેમના જ્ઞાન, કુશળતા અને સફળ વ્યૂહરચનાઓની આપ-લે કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ બેઠક વૈશ્ર્વિક સ્તરે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

કોન્ફરન્સનું પ્રથમ સત્ર ટકાઉ બ્લુ ઈકોનોમીના વિકાસ માટે સંબંધિત વિવિધ વૈજ્ઞાનિક પડકારો અને તકોની ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે.

જે વિષયો પર ચર્ચા થશે તે નીચે પ્રમાણે છે

  • બ્લુ ઇકોનોમી સેક્ટર્સ અને તકો
  • દરિયાઈ પ્રદૂષણ
  • દરિયાઈ જીવન સંસાધનો અને જૈવ વિવિધતા
  • અવલોકન, ડેટા અને માહિતી સેવાઓ
  • દરિયા કિનારા અને દરિયાઇ સ્થાનિક યોજના
  • દરિયા કિનારા અને ઊંડા સમુદ્રમાં ખાણકામ, નવી અને પ્રસારણ ઊર્જા