ડીસામાંથી ડ્રગ પેડલર ઝડપાયો, ભાડાનું મકાન રાખી હેરાફેરી કરતો હતો

ડીસા, બનાસકાંઠા જિલ્લામાં યુવાનોને ર્ડ્ગ્સને રવાડે ચડાવનારો યુવક ર્જીંય્ એ ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે. યુવક ડીસા શહેરમાં આવેલા રામનગર વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતો હતો અને ર્ડ્ગ્સ વેચાણ અને હેરાફેરી કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેને લઈ એસઓજીની ટીમે રામનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.

એસઓજીએ યુવક વિપુલ ગંગારામ વણોદ પાસેથી ૧૮.૨૭ ગ્રામ ર્ડ્ગ્સને જપ્ત કર્યુ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ ર્ડ્ગ્સ અંદાજે ૧.૧૩ લાખ રુપિયાનું હોવાનું માનવામાં આવે છે. મૂળ સૂઇ ગામના કુંભારખા ગામના વિપુલ વણોદને એસઓજીએ ઝડપી લઇ તેના ૩ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. જેના આધારે તે ર્ડ્ગ્સ ક્યાંથી લાવતો હતો અને કોને કોને વેચાણ કરતો હતો, એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.