મુંબઈ,
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં જ બિઝનેસ ક્લાસને બદલે ઇકોનોમી ક્લાસમાં સફર કરતા જોવા મળી હતી. સો.મીડિયામાં એક્ટ્રેસનો આ વીડિયો વાઇલ થયો છે. દીપિકા ફ્લાઇટ માં ઘણી જ લો-પ્રોફાઇલ જોવા મળી હતી.વાઇરલ વીડિયોમાં દીપિકા પાદુકોણ ફ્લાઇટ માં એક છેડેથી બીજે છેડે જતી જોવા મળી હતી. દીપિકા ફ્લાઇટ ના વોશરૂમમાં જતી હતી. દીપિકા પાદુકોણ ઓરેન્જ રંગના આઉટફિટ પહેર્યાં હતાં અને તેણે બેઝબોલ કેપ પહેરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં કેટરીના-વિકી કૌશલે પણ ઇકોનોમીમાં સફર કરી હતી. કાતક આર્યને પણ થોડાં સમય પહેલાં ફ્લાઇટ માં ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી.
દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ ’પઠાન’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન તથા જ્હોન અબ્રાહમ છે. આ ફિલ્મે ભારતમાં ૪૮૨ કરોડ અને વર્લ્ડવાઇડ ૯૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. દીપિકા હાલમાં ’ફાઇટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ભારતની પહેલી ફર્સ્ટ એરિયલ એક્શન ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે. દીપિકા પહેલી જ વાર હૃતિક રોશન સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં અનિલ કપૂર, કરન સિંહ ગ્રોવર તથા અક્ષય ઓબેરોય છે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. આ ઉપરાંત દીપિકા ’ધ ઇન્ટર્ન’, પ્રભાસ સાથે ’પ્રોજેક્ટ દ્ભ’ તથા રોહિત શેટ્ટીની ’સિંઘમ ૩’માં પણ કામ કરી રહી છે.
નોંધનીય છે કે ’પઠાન’ના ગીત ’બેશરમ રંગ’માં દીપિકા પાદુકોણ ઓરેન્જ બિકીનીમાં જોવા મળી હતી. આ ઉપરાંત ગીતમાં દીપિકાનો બોલ્ડ અંદાજ તથા સેન્સેશનલ ડાન્સ હતો. આ જ કારણે ગીતનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરનારા લોકોએ કહ્યું હતું કે ભગવો રંગ હિંદુ ધર્મનું પ્રતીક છે. ભગવા જેવા પવિત્ર રંગનો પ્રયોગ બિકીની માટે કરી શકાય નહીં. શાહરુખ-દીપિકાની આ ફિલ્મનો વિરોધ મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં શાહરુખનાં પૂતળાં પણ સળગાવવામાં આવ્યાં હતાં. વિવાદ વધતા સેન્સર બોર્ડે ગીતમાં ત્રણ કટ મૂક્યા હતા, જેમાં ગીતમાં દીપિકા પાદુકોણના નિતંબના ક્લોઝઅપ શોટ, સાઇડ પોઝ તથા ’બહુત તંગ કિયા..’ વખતે દીપિકાનો જે સેન્સેશનલ ડાન્સ છે એ હટાવવામાં આવ્યો હતો. ગીતમાં દીપિકા ઓરેન્જ બિકીનીમાં જ જોવા મળી હતી.