
મુંબઇ, આખરે કન્ફોર્મ થઈ ગયું છે. દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તે સપ્ટેમ્બર મહિનામાં બાળકને જન્મ આપશે. એટલે કે, રણવીર સિંહ અને દીપિકા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દીપિકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. છેલ્લા ૨ મહિનાથી અભિનેત્રીના પ્રેગ્નન્સીના સમાચાર આવી રહ્યા હતા અને હવે આ વાત પર અભિનેત્રીએ ખુલાસો કરી દીધો છે. દીપિકાએ આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે. ચાહકો તેમજ બોલિવુડ સ્ટાર બંન્નેને શુભકામના પણ પાઠવી રહ્યા છે.
દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડિલિવરીની તારીખ પણ જણાવી દીધી છે. તેમણે પ્રગ્નસીની જાહેરાત કરતા લખ્યું બેબી સપ્ટેમ્બર ૨૦૨૪માં આવશે. આ કપલ બેબીના સ્વાગત માટે તૈયાર છે.તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણની પાસે હાલમાં અનેક પ્રોજેક્ટ છે. સિંધમ અગેનમાં દીપિકા પાદુકોણ કૈમિયો કરનાારી છે. તેમજ પ્રભાસની ફિલ્મ કલ્કિ એડી ૨૮૯૮ અને ફિલ્મ ઈંટર્ન પર દીપિકાનું કામ ચાલું છે.
દીપિકા અને રણવીર સિંહ બોલિવુડનું પાવર કપલ માનવામાં આવે છે.બંન્નેની લવ સ્ટોરી ફિલ્મ રામલીલાના સેટ પરથી શરુ થઈ હતી. ૨૦૧૨માં ડેટ કરવાનું શરુ કર્યું અને ૨૦૧૮માં કપલે ઈટલીના લેક કોમોમાં ડેસ્ટિશનેશન વેડિંગ કર્યું હતુ. દીપિકા છેલ્લે ફાઈટર ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના પણ ચાહકોએ ખુબ વખાણ કર્યા હતા. હવે ચાહકો પણ બંન્ને કપલના બાળકને લઈને ઉત્સુક છે.