
મુંબઇ,
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને ઓસ્કાર તરીકે ઓળખાતા ૯૫મા એકેડેમી એવોર્ડ્સના એવોર્ડ સમારંભમાં એવોર્ડ આપવા માટે પસંદ કરવામાં આવી છે.
ઑસ્કર એકેડેમીએ આ સમારોહ માટે પુરસ્કાર આપવાવાળાઓની પહેલી સૂચિ જાહેર કરી દીધી છે. આ જાહેરાતથી ભારત અને વૈશ્ર્વિક ફિલ્મ ઉદ્યોગમાં ભારે ઉત્તેજનાનો માહોલ છે. લોકો દીપિકાને ઑસ્કરના સ્ટેજ પર એવોર્ડ આપતી જોવા માટે આતુર છે દીપિકા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપે છે અને ફેશન અને મનોરંજનની દુનિયામાં જાણીતો ચહેરો બની ગઈ છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે અને ભારતીય સિનેમા અને તેની અંદર રહેલી પ્રતિભાની વધતી જતી ઓળખનો પુરાવો છે.
દીપિકા પાદુકોણ ઉપરાંત એમિલી બ્લન્ટ, સેમ્યુઅલ એલ. જેક્સન, ડ્વેન જૉન્સન, માઇકલ બી. જોર્ડન, જેનિફર કોનેલી, રિઝ અહેમદ, ગ્લેન ક્લોજ અને મેલિસા મેક્કાર્થઈના નામ પણ પ્રેઝન્ટર્સની સૂચિમાં સામેલ છે. ઓસ્કારમાં પરર્ફોમન્સ આપવા માટે દીપિકા પાદુકોણની પસંદગી એ તેના માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની અને વૈશ્ર્વિક પ્રેક્ષકો સમક્ષ દેશના ફિલ્મ ઉદ્યોગનું પ્રદર્શન કરવાની ઉત્તમ તક છે. ઓસ્કર એ માત્ર સિનેમામાં શ્રેષ્ઠની ઉજવણી જ નથી પરંતુ ઉદ્યોગ વ્યાવસાયિકો માટે નેટવર્ક અને ઉદ્યોગના ભવિષ્ય વિશે ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ પણ છે. આપણે દીપિકાને ઇવેન્ટ માટે શુભેચ્છા પાઠવીએ.