દીપિકાથી લઈને આલિયા સુધી માનેલા ભાઈ-બહેનો, દર વર્ષે રક્ષાબંધન મનાવે છે

મુંબઇ, રક્ષાબંધનનો પર્વ દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે પછી ભલે સામાન્ય નાગિરક હોય કે નેતા હોય કે અભિનેતા ઉજવણી કરે છે. જ કે અભિનેતા જેઓને સગી બેન ન હોય તે પણ પોતાની માનેલી બેન સાથે ઉજવણી કરે છે દિપિકાથી લઈને આલિયા અને ઐશ્ર્વર્યા રાય સુધી એક્ટ્રસના માનેલા ભાઈ છે. આ સેલિબ્રિટીઓ એકબીજાને રાખડી બાંધીને રક્ષાબંધન સેલિબ્રેટ કરે છે.

કરણ જોહરે ઘણી વખત આલિયા ભટ્ટને પોતાની પુત્રી ગણાવી છે, આલિયાએ કરણ જોહરના પુત્ર યશને રાખડી બાંધી છે. કેટરીના કૈફે અર્જુન કપૂરને પોતાનો ભાઈ બનાવ્યો છે અને તે રક્ષાબંધન પર બહેનની ફરજ નિભાવે છે. કરીના કપૂર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને પોતાનો ભાઈ માને છે અને દર વર્ષે રાખડી બાંધે છે.સાજિદ ખાન અને ગૌરી ખાન એકબીજાને ભાઈ-બહેન માને છે, ગૌરી તેને રાખડી બાંધે છે.જોધા અકબરમાં ભાઈ-બહેન બનેલા ઐશ્ર્વર્યા અને સોનુ એકબીજાને ભાઈ-બહેન માને છે.

જયારે દીપિકા પાદુકોણે તેના બોડીગાર્ડ જલાલને પોતાનો ભાઈ બનાવ્યો છે અને તેને રાખડી બાંધી છે.અમૃતા અરોરા તેની બહેન મલાઈકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાનને પોતાનો ભાઈ માને છે અને રાખડી બાંધે છે. રાઈટર શ્ર્વેતા રોહિરા સલમાન ખાનને રાખડી બાંધે છે અને સલમાન પણ ભાઈ તરીકેની ફરજ બજાવે છે.