લુણાવાડા, આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મહીંસાગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ મુખ્યમંત્રીને અનુલક્ષીને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સ્થાનિક ફોરેસ્ટના બે કર્મચારીઓ સાથે મારામારી કરીને ધાક ધમકી આપ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જે સંદર્ભમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેને લઈ મહીંસાગર જીલ્લા આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા વિરોધ નોંધાવાયો હતો અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રના માધ્યમથી આદિવાસી સમાજના યુવા નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનાના વિરૂદ્ધ કરાયેલ ખોટા કેસમાં તત્કાલિક દરમિયાનગીરી કેસ રદબાતલ કરવાની માંગ કરવામાં આવી હતી. જેમા સ્ટેટના હોદ્દેદારો તેમજ જીલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ તેમજ મહિસાગર જીલ્લાના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.