પંચમહાલ જીલ્લાની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પંચમહાલ જીલ્લાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી અને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષકોની ભરતીમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે.
અન્ય રાજ્યના 4 હજાર જેટલા હિન્દી ભાષી શિક્ષકોની ભરતી એકલવ્ય મોડેલ સ્કૂલમાં ભરતી કરવામાં આવી છે, હિન્દી ભાષી શિક્ષકોને સ્થાનિક ભાષા આવડતી નથી માટે સ્થાનિક બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવા આવે. ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા એ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતું કે, ઘોઘંબા હાલોલ મનરેગા સહિત યોજના ભ્રષ્ટાચાર અને શિક્ષણ આરોગ્ય ને લગતી સમસ્યા બાબતે અનેક રજૂઆતો મળી છે. આવનાર સમયમાં હાલોલ કાલોલ નગરપાલિકા અને તાલુકા જીલ્લા પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉતારશે અને મજબૂતાઈથી લડશે. આમ આદમી પાર્ટી દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પંચમહાલ જીલ્લાની મુલાકાત જીલ્લા, અને તાલુકા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. સંગઠનલક્ષી માહિતી મેળવી જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનના તમામ પદાધિકારીઓ અને આગેવાન કાર્યકરો બેઠકમાં હાજર રહ્યાં હતાં.