દેવભૂમિ દ્રારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે એક અઢી વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઇ હતી ત્યારબાદ બાળકીને બચાવવા માટે એનડીઆરએફ એસડીઆરએફ સહિતની ટીમ કામે લાગી હતી રાત્રે ૯.૪૫ કલાક આસપાસ બાળકીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ આ બાળકીનું મૃત્યુ થયું છે.અઢી વર્ષની બાળકી ૮ કલાક કરતા વધુ સમય સુધી બોરવેલમાં ફસાયેલી રહી હતી.બાળકી આઠ કલાક કરતા વધુ સમય માટે બોરવેલમાં ફસાયેલી રહી હતી બાળકીને બહાર કાઢી ત્યારે તે બેભાન હતી ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જયાં ડોકટરોએ બાળકીને મૃત જાહેર કરી છે. દ્વારકા જિલ્લામાં આવેલા રાણ ગામે એક બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ હતી આ ઘટનાની જાણ થતાં બચાવ ટીમ પહોંચી હતી બાળકીને ઓકસીજન આપવામાં આવ્યુ હતુ કલેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ રાણ ગામે પહોંચ્યા હતાં પરંતુ આખરે તમામ પ્રયાસો છતાં બાળકીનો જીવ બચાવી શકાયો નહીં