દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં એક શુભ પ્રસંગે ગરબા રમી રહેલા વણઝારા સમાજના અગ્રણીનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું છે. પરિવાર તેમજ સમાજના લોકોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
શુભ પ્રસંગે ઉજવણી ચાલી રહી હતી ગતરોજ દેવગઢ બારીયા નગરમાં રાત્રિના સમયે વણઝારા સમાજમાં એક શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના લોકો હાજર હતા તેમજ આ શુભ પ્રસંગે ગરબા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું .
એકાએક જ ઢસડાઈ પડતાં દોડધામ મચી વણઝારા સમાજના અગ્રણી એવા રમેશભાઈ જીતાભાઈ વણઝારા અને તેમની સાથે અન્ય એક વ્યક્તિ મળી બંને જણા રાસ રમી રહ્યા હતા. તેવામાં અચાનક રાસ રમતા રમતા રમેશભાઈ થાકી ગયા હતા અને ગરબા રમતા રમતા બહાર નીકળવા જતા અચાનક તેઓ બેભાન અવસ્થામાં જમીન પર ઢસડાઈ પડ્યા હતા. જેને પગલે પ્રસંગમાં હાજર લોકો દોડી આવ્યા હતા અને રમેશભાઈ ને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જતા ત્યાં તબીબો એ રમેશભાઈને મૃત જાહેર કરતા અને હૃદય હુમલા ના કારણે તેઓનું મોત નીપજ્યાનું સામે આવતા પરિવારજનોમાં તેમજ સમાજના લોકોમાં શોક છવાઈ ગયો હતો.