ડેથ સર્ટિફિકેટ માં એએમસીની ભૂલ છતા ધક્કા ખાવા પડતા હાઈકોર્ટે ઉધડો લીધો, એએમસીના ડેપ્યુટી કમિશનરને કોર્ટમાં માફી માગવી પડી

ગુજરાત હાઇકોર્ટમાં ૬૧ વર્ષીય મહિલાએ તેના પતિના ડેથ સટફિકેટમાં સુધારો કરાવવા કોર્ટમાં નિર્દેશ માગતી અરજી કરી હતી. આ અરજીમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ માટે તેને અમદાવાદ મહાનગરપાલિકામાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હતી. જોકે મહાનગરપાલિકાએ તેના પતિના સ્પેલિંગમાં ભૂલ કરી હતી, પરંતુ આ ભૂલ સુધારી દેવામાં આવતી નથી. એને કારણે સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકા વચ્ચે ધક્કા ખાવા પડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ મહિલા અરજદાર સિનિયર સિટિઝન છે. તેને ઇન્સ્યોરન્સ, પ્રોપર્ટી ટ્રાન્સફર અને નિવૃત્તિ લાભો મેળવવા માટે આ પ્રમાણપત્રમાં સુધારાની જરૂર છે. આ મામલે હાઇકોર્ટે નોંયું કે મનપા કર્મચારીઓએ મગજ જ વાપર્યું નથી,એએમસીની ભૂલ છતાં સુધારી નથી. એને પગલે એએમસીના ડેપ્યુટી કમિશનરને કોર્ટમાં માફી માગવી પડી હતી.

ગુજરાત હાઇકોર્ટમાં ૬૧ વર્ષીય મહિલાએ તેના પતિના ડેથ સર્ટિફિકેટ માં સુધારો કરાવવા કોર્ટના નિર્દેશ માગતી અરજી કરી હતી. આ અરજીમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ માટે તેને અમદાવાદ મહાનગરપાલિકામાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હતી. જોકે મહાનગરપાલિકાએ તેના પતિના સ્પેલિંગમાં ભૂલ કરી હતી, પરંતુ આ ભૂલ સુધારી દેવામાં આવતી નથી. એને કારણે સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકા વચ્ચે ધક્કા ખાવા પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મહિલા અરજદાર સિનિયર સિટિઝન છે. તેને ઇન્સ્યોરન્સ, પ્રોપર્ટી ટ્રાન્સફર અને નિવૃત્તિ લાભો મેળવવા માટે આ પ્રમાણપત્રમાં સુધારાની જરૂર છે.

આ અંગે મહિલાના વકીલે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલે મહિલાના પતિનું મૃત્યુ થતાં મૃત્યુ રસીદ આપી હતી. એમાં સ્પષ્ટપણે મૃતકનું નામ લખેલું હતું. આ ઉપરાંત મૃતકની દફન રજા ચિઠ્ઠી પણ અમદાવાદ મહાનગરપાલિકામાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવામાં આવી હતી. જોકે અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીની ક્લેરિકલ મિસ્ટેકથી સ્પેલિંગમાં ભૂલ આવી હતી. એને લઈને મહિલાને વીમો અને પ્રોપર્ટી ટ્રાન્સફરમાં મુશ્કેલીઓ પડી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અરજી કરી હોવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી.

એએમસીએ કહ્યું-મહિલા સાચા દસ્તાવેજ મૂકશે એ સાથે જ સુધારો કરી દેવાશે, તો બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે મહિલા સાડાછ વર્ષે સટફિકેટમાં સુધારો કરાવવા આવી હતી, એ જેવા તમામ સાચા દસ્તાવેજો મૂકશે કે તરત જ મૃત્યુ પ્રમાણપત્રમાં સુધારો કરવામાં આવશે.જોકે હાઇકોર્ટે નોંયું હતું કે ચાર મહિનાથી મહિલાને અમદાવાદ મહાનગરપાલિકા અને સિવિલ વચ્ચે ધક્કા ખાવા પડી રહ્યા છે. મહિલા એક સિનિયર સિટિઝન છે. સટફિકેટમાં સુધારાની જગ્યાએ મહાનગરપાલિકાએ તેને સિવિલ ધક્કા ખવડાવ્યા હતા.

મહાનગરપાલિકાના કર્મચારીઓએ મગજ જ વાપર્યું નથી. સટફિકેટમાં સુધારો કરવા કયા દસ્તાવેજ જોઈએ એની મહાનગરપાલિકાના ઓફિસરોને જ ખબર નથી. મહિલાએ કોર્ટમાં દર્શાવેલી તથા સિવિલ હોસ્પિટલે આપેલી મૃત્યુ સ્લિપ અને દફન રજા ચિઠ્ઠીમાં યોગ્ય નામ જ લખ્યું છે. ભૂલ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી છે. બધા દસ્તાવેજો તપાસીને યોગ્ય ખાતરી કર્યા બાદ યોગ્ય મૃત્યુ પ્રમાણપત્ર આપવાની જવાબદારી અમદાવાદ મહાનગરપાલિકાની છે. છસ્ઝ્ર તરફથી ભૂલ હોવા છતાં તેણે ભૂલ સુધારી નથી. જ્યારે મહિલા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી ત્યારે સિવિલ તરફથી તેને કહેવામાં આવ્યું હતું કે તેમના તરફથી કશું કરવાનું થતું નથી.

જોકે રોષે ભરાયેલી હાઇકોર્ટે પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરને બોલાવવા છસ્ઝ્રના વકીલને કહી દીધું હતું. જોકે છસ્ઝ્ર વકીલે વિનંતી કરતાં કોર્ટે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક હાજર થવા માટે હુકમ કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ મહાનગરપાલિકાના સાઉથ ઝોનના હેલ્થ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા. ડેપ્યુટી કમિશનરે કોર્ટની બિનશરતી માફી માગી હતી તેમજ ભવિષ્યમાં આવું નહીં થાય એમ કોર્ટને જણાવ્યું હતું. તેમના તરફથી એમ પણ જણાવવામાં આવ્યું હતું કે હવે આવી બાબતોમાં અરજદારોને હોસ્પિટલ સુધી ધક્કો ખવડાવવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકામાં આવી અરજીઓ આવે તો એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે. આવી અરજીઓથી કોર્ટનું ભારણ વધારવામાં આવે નહીં.