દે.બારીઆમાં એસ.ટી.બસમાં સોશ્યલ ડિસ્ટન્સનો અમલ તો ખાનગી બસ સંચાલકો દ્વારા ભંગ

  • ખાનગી બસના છાપરા ઉપર પેસેન્જર બેસાડીને આર્થિક નફો રળી રહ્યા છે.
  • તેની સામે એસ.ટી.નિગમને નિયમ જાળવતા મુસાફરોના અભાવે આર્થિક નુકશાન.
  • પોલીસ મૂકપ્રેક્ષક : તેની ભૂમિકા સામે બેવડી નીતિ.

દે.બારીઆ,
દાહોદ જીલ્લાના દે.બારીઆ તથા આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી લાંબા રૂટની એસ.ટી.બસોમાં કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ ન ફેલાય તે માટે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાના નિયમોનુસાર બેઠકો ખાલી રાખવાના કારણે એસ.ટી. નિગમને આર્થિક નુકશાન પહોંચી રહ્યું છે. તો બીજી તરફ આજ લાંબા રૂટની ખાનગી બસોમાંં આડેધડ મુસાફરી કરાવાઈ રહીને સંચાલકો આર્થિક નફો કમાઈ રહ્યા છે. સરકારની બેવડી નીતિના કારણે નિગમને આવકમાં ધટાડો થયો છે. તેની સામે ખાનગી બસ ધારકોના ખિસ્સા ખીચોખીચ થતાં લોકો પણ પોલીસની કામગીરી સામે પ્રશ્ર્નાર્થ વ્યકત કરી રહ્યા છે.

ગુજરાત એસ.ટી.ની બસો લોકડાઉનમાં બંધ રહી હતી. માત્ર બીજા રાજ્યોના અટવાયા પડેલા પેસેન્જરોને જાનના જોખમે જી.આર.એસ.ટી.ના કર્મીઓ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે તે સ્થળે પહોંચાડવાની પોતાની ફરજ બજાવી હતી. કયાંક તો ભૂખ્યા રહીને પોતાની ફરજ પુરી કરી હતી. સરકારને ભરપૂર મદદરૂપ કરી રહયા હતા. જ્યારે આજ કર્મીઓ ઉપર કોઈક કારણોસર ફરિયાદ થાય છે. ત્યારે તંત્ર મૌન રહે છે. એસ.ટી. નિગમની લોકડાઉનમાં કરોડોની આવક બંધ હોવા છતાં એસ.ટી. નિગમે દરેક કર્મચારીઓને પગાર ચુકવી દીધો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કારણોસર એસ.ટી. નિગમે બસમાં મુસાફરી કરનાર મુસાફરોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે જગ્યાઓ વચ્ચે અભાવ રાખીને કેટલીક સીટો ખાલી રાખવાના કારણે આર્થિક નુકશાન પહોંચી રહ્યું છે. પરિણામે એસ.ટી. નિગમને તિજોરી ઝાટક બની હોવા છતાં અત્યારે નિયમોનો પાલન થઈ રહ્યું છે. તો બીજી તરફ ખાનગી બસ વિભાગ દ્વારા ધેટા બકરાંની માફક મુસાફરોને ભરીને એક સ્થળે થી બીજા સ્થળે મુસાફરી થઈ રહી છે. એસ.ટી. નિગમ કોરોનાના સમયમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે આર્થિક નુકશાન ભોગવી રહ્યું છે. તો બીજી તરફ ખાનગી વાહન ચાલકો સરકારના નિયમોનું પાલન નહીં કરીને ભંગ કરીને આર્થિક ઉપાજન કરી રહ્યા છે. આવા સમયે ધરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાનને આંટો તેવો ધાટ ધડાઈ રહ્યો છે. જાણવા મળ્યાનુસાર વલસાડ થી દે.બારીઆનું ભાડું ૫૦૦ થી ૬૦૦ રૂપીયા ખાનગી સંચાલકો ખંખેરી રહ્યા છે. છાપરા ઉપર જાનના જોખમે બેસાડીને હેરાફેરી કરવામાં આવતાં પોલીસ પણ મૂકપ્રેક્ષક બની રહી છે.

રિપોર્ટર : મોં.હુસેન મકરાણી