દે.બારીઆ,
દે.બારીઆ નગર પાલિકાના દ્વારા લાખ્ખોનો ખર્ચ કર્યો હોવા છતાં વોટર્સ વર્કનો વોટર્સ ફિલ્ટર બંધ છે. તેમ છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી. જેથી પીવાની પાઈપ લાઈન ચબુતરા થી હોળી ચકલા થઈ કસ્બા જાની ફળીયા સુધી જતી હોય છે. તે લાઈન તાડ ફળીયા પણ પાણી પુરવઠો મળે છે. જેમાં ધણા સમય થી કાદવ કીચડ દુર્ગંધવાળું પાણી આવતું હોવાની બૂમ છે તથા પારેખ શેરીમાં પણ દુષિત પાણી આવે છે.
તે અંગેનો અહેવાલ અમારા પંચમહાલ સમાચાર દૈનિકમાં પ્રકાશિત કર્યો હતો. તો પણ નગર પાલિકાના તમામ સત્તાધિશો તથા કર્મીઓ બે પરવા બનતા નગરની જનતામાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે. સત્તાની સાઢમારીમાં ભ્રષ્ટાચારી સભ્યોને આવતી નગર પાલિકાની ચુંટણીમાં ઘર ભેગા થાય તો નવાઈ નહીં તેવું આમ જનતામાં ગણગણાટ છે. પીવાનું પાણી પણ દેશ આઝાદ થયે સાત દાયકા વિત્યા હોવા છતાં પણ પીવાનું પાણી દુર્ગંધવાળું આવે છે. કારણ કે ભ્રષ્ટ ખાદીદારીઓ સાથે ભ્રષ્ટકર્મીઓ પણ સાથ આપતા થઈ ગયા છે. તો પણ મેરા ભારત મહાન શાન થી કહેવામાં આવે છે.
નગર પાલિકાની બોડી દેડકાની પાનશેરી સમાન છે. કયારે બોડી ઉથલી પડે તેનું કશું કહેવાય નહી. જેથી હાલમાં નવિન રોડનું કાર્ય થાય તે પહેલા નવિન પાઈપ લાઈન નાખવાની કામગીરી હાથ ધરાયા પછી જ નવિન રોડનું કાર્ય કરવામાં આવે જેથી રોડ ખોદાય નહીં જ્યાં જયાં દુષિત પાણી મળતું હોય તેમજ કાદવ કીચડની પાઈપો ચોકઅપ થઈ ગયેલ છે. તેવી તમામ પાઈપ બંધ કરી નવિન પાઈપો નાખવાનું કાર્ય હાથ ધરવમાં આવે તેવી આમ જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે. જવાબદાર કર્મચારીઓ પોતાની નૈતિક ફરજ દાખવે નહી કે ટકાવારી કયાંથી મળશે તેની પાછળ આંધળી દોડ મૂકે આપણો ભારત દેશ ભ્રષ્ટાચારીના રેટમાં ઊંચા ક્રમાકમાં આવે છે. તે આપણા દેશ માટે ગંભીર કહીએ તો બુરૂ નથી.