
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે કરૂણાંતિકા છવાઈ ગઈ છે. ગામના એક ખેતરમાંથી ૦૩ યુવકોના મૃતદેહ મળી આવતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આત્મહત્યા, હત્યા કે પછી અકસ્માત? આ સમગ્ર મામલે પાલીસે સ્થળ તપાસનો ધમધમાટ આરંભ કરી દીધો છે ત્યારે ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ બનેલ બનાવને પગલે અનેક ચર્ચાઓ પણ ભારે જોર પકડ્યું છે ત્યારે સઘળી હકિકત શું છે? તે તો પોલીસે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંજ બહાર આવેલ તેમ છે.
ડાંગરીયા ગામે એક ઝાડની નીચેથી નજીક નજીકમાંથી એક સાથે ૦૩ યુવકોના મૃતદેહો મળી આવ્યાં છે. વહેલી સવારના આ નજારાને પગલે પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબજાે લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે ત્યારે આ ઘટનાને પગલે અનેક શંકા, કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે. આ યુવકોની આત્મહત્યા કે પછી હત્યા કરવામાં આવી હશે કે, પછી કોઈ અકસ્માત નડ્યો હશે? જેવા અનેક સવાલો હાલ પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઉદ્ભવવા પામ્યાં છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તલસ્પર્શી તપાસનો આરંભ કર્યાેં છે.

: ખેતર માંથી મળેલ મૃતદેહના નામોની યાદી :
(૧) ઇસુબ ઐયુબ સુકલા ઉમંર વષૅ ૨૧ રહે દેવગઢબારિયા કાપડી ફાટક ફળીયા
(૨) અકબર સત્તારભાઇ પટેલ ઉમંર વષૅ ૨૫ રહે દેવગઢબારિયા કાપડી પટેલ ફળીય
(૩) સમીર યાકુબ જેથરા ઉમંર વષૅ ૨૧ રહા દેવગઢબારિયા કાપડી પિંજારા ફળીયા
રિપોર્ટર : વિનોદ પંચાલ,દાહોદ