દે.બારીયા તાલુકાના બામરોલી ગામના કોપવાલા જંગલ માંથી એક યુવતીની ધડ થી અલગ કરેલ લાશ મળી આવતા ચકચાર

  • જંગલમાં યુવતીની ધડથી અલગ કરેલી લાશ મળી આવી.
  • જંગલ ખાતાના રોજમદારે યુવતીની લાશ અંગેની જાણ કરી.
  • પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે.
  • વધુ તપાસ અર્થ છે ડોગ સ્કોર્ડની પણ મદદ લેવાય.

દાહોદ,
દેવગઢ બારીયાના બામરોલી ગામના કોપવાલા જંગલ માંથી આશરે 20 થી 25 વર્ષે યુવતીની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવતા પંથકમાં ચકચાર પોલીસ કાફલો ઘટના સ્થળે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકાના બામરોલી ગામમાં કોપવાડા જંગલમાં 20 થી 25 વર્ષીય યુવતીની ઘાતકી હત્યા કરેલ ધડથી માથું અલગ કરેલ લાશ પડી હોવાની જાણ જંગલ ખાતાના રોજમદાર દ્વારા ગામના આગેવાન રાજેશભાઈ વીરાભાઇ બારીયાને જાણ કરતા રાજેશભાઈ જંગલમાં જઈ જોતા આશરે 20 થી 25 વર્ષે યુવતી મરણ ગયેલ તે યુવતીનો માથું ધડ થી અલગ કાપી નાખેલ દૂર પડેલ હતું.

અને તેના જમણા ગાલ ઉપર ઇજાઓ દેખાતી હતી અને ધડના ભાગે જીવાત પડેલ ગયેલ અને શરીરે લાલ ફૂલોવાળા ડિઝાઇન વાળું કપડું પહેરેલ હતું અને અર્ધ નગ્ન હાલતમાં લાશ પડેલી જોતા આસપાસના ગામોમાં આ મરણ ગયેલ યુવતી બાબતે જાણ કરતા કોઈ સગડ ના મળતા આ બાબતે રાજેશભાઈ બારીયા યુવતીની લાશ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઈ જોતા યુવતીની લાશ ધડથી અલગ હોવાથી કરપીણ હત્યા કરી હોય જે જોતા ક્યાં રેપ વિથ મર્ડરની આશંકા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ બનાવની ગંભીરતાને લઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ડોગ સ્કોડ મંગાવી તેની પણ મદદ લેવાઈ હતી. પોલીસે યુવતીની લાશનું પંચનામું કરી લાશને દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

ત્યારે આંકલી ગામના પ્રભાતભાઇ ભીમસિંહભાઈની પુત્રી પાર્વતી ઉર્ફ શિવા જે તેના મામાના ગામ સરસિયા થી બે દિવસ પહેલા ગુમ થઈ હોવાના કારણે પ્રભાતભાઈ અમદાવાદ થી દેવગઢ બારીયા દોડી આવેલા અને તેઓને યુવતીની લાશ મળી હોવાની જાણ થતા તેઓ ગામના આગેવાનો સાથે દેવગઢ બારીયા સરકારી હોસ્પિટલ ખાતે આવેલા અને મરણ ગયેલ યુવતીની લાશ જોતા તેમની પુત્રી પાર્વતી ઉર્ફે સીવા હોવાનું જણાય આવતા પોલીસે લાશની ઓળખ છતી થતા તેના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી લાશને પેનલ પીએમ અર્થે દાહોદ ખાતે મોકલી આપી. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચલાવી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ બનાવને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.