
દાહોદ જિલ્લાની ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકાની ચૂંટણીના પરીણામો જાહેર થયા છે, ત્યારે દેવગઢ બારીયા નગર પાલિકાની ચૂંટણી લોહીયાળ બની છે. ચૂંટણી પરિણામ જાહેર થતા કાપડી વિસ્તારમાં કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેને પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ પથ્થરમારામાં 3થી વધુ લોકોને ઈજા થતા કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
આ બંને નગરપાલિકાઓમાં ઉંચું મતદાન નોંધાયું હતું. દેવગઢ બારીઆ નગરપાલિકાચૂંટણીમાં 6 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપે 13, કોગ્રેસે 3 અને અપક્ષે 8 બેઠક કબજે કરી છે. ઝાલોદ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકોમાંથી ભાજપે 17 અને અન્ય પક્ષે 11 બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસ અહિં ખાતું પણ ખોલી શક્યું નથી.
દે.બારીયા નગરપાલિકા પરિણામ
