દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાથુડી ગામે પાનમ નદી વિસ્તાર તરફથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેત ખનન માફિયાઓ સામે લાલ આંખ કરી સ્થળ પરથી ૦૫ હાઈવા મશીનો તેમજ ૧ ડમ્પર મળી ૧ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને જાેઈ ખનન માફિયાઓ નાસી જવામાં સફળ રહ્યાં હોવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆની પાન નદીના તટ પરથી વર્ષાેથી રેત ખનન માફિયાઓ તેમજ સફેદ પથ્થરોની ચોરી કરતાં ખનન માફિયાઓ વર્ષાેથી સક્રિય છે. અવાર સ્થાનીક વહીવટી તંત્ર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા રેત ખનન માફિયાઓ સામે લાલ આંખ કરતું આવ્યું છે પરંતુ શંકાસ્પદ ઈસમોની રહેમ નજર હેઠળ આજે પણ પાનમ નદીના તટ પરથી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેત ખનન માફિયાઓ તેમજ સફેદ પથ્થરોની ચોરી કરતાં તત્વો સતત સક્રિય બન્યાં છે ત્યારે ગતરોજ રાત્રીના સમયે ખાણ ખનીજ વિભાગની ટીમને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના નાથુડી ગામે પાનમ નદી વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી ૫ હાઈવા મશીનો તેમજ ૧ ડમ્ફર મળી જેમાં ગેરકાયદેસર રેતી તેમજ સફેદ પથ્થરો ભરેલા હતાં જેની કુલ કિંમત રૂા.૧ કરોડ ઉપરાંતની હોવાની ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને જાેઈ ખનન માફિયાઓ અંધારાનો લાભ લઈ નાસી ગયાં હતાં. ખાણ ખનીજ વિભાગે તમામ વાહનો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અવાર નવાર તંત્રની નજરો રહેમ હેઠળ આવા રેત ખનન માફિયાઓ સતત બેફામ સક્રિય બની રહ્યાં છે. ત્યારે ચોક્કસ તત્વોના ઈશારે આ ગેરકાયદેસર ખનન થતું હોવાની પણ બુમો છડેચોક ઉઠવા પામી છે. દેવગઢ બારીઆની પાનમ નદીના તટ પરથી ગેરકાયદેસર રેત થનન તેમજ સફેદ પથ્થરોનું ખનન કરી આસપાસના જિલ્લાઓમાં તેમજ અન્ય રાજ્યોમાં આ જથ્થો ઢાલલવામાં આવતો હોવાની પણ છડેચોક બુમો ઉઠવા પામી છે. આવા સમયે દાહોદ જિલ્લા સંબંધિત કચેરી દ્વારા આવા ખનન માફિયાઓ સામે લાલ આંખ કરે તે અત્યંત આવશ્યક છે.