પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીયા તાલુકા ના બૈણા ગામ ના ભૂલવણ ફળીયા માં છેલ્લા ત્રણ દિવસ થી આખા ગામની સામાજિક જાતર ની વિધિ માટે ગામના ગોંદરે ગામના વડવાઓ અને બીજા માણસો કરી રહ્યા હતા. ગઈકાલે જાતર વિધિ નો છેલ્લો દિવસ હતો અને ગામના માણસો આ વિધિ પૂરી કરી પોતાના ઘરે જતા રહ્યા હતા.
આજે ફરીથી જાતર વિધિ પુરી થયા પછી બીજા દિવસ ગામના ગોંદરે માણસો ભેગા થઈ હવન વિધિ કરી હોવાની હાલ પ્રાથમિક જાણકારી મળી છે કે જે વિધિ પૂર્ણ થયા પછી આજે આવેલ માણસો પોતાના ઘરે શાંતિ થી ખાઈ અને જતા રહ્યા હતા.પરંતુ સાંજે પાંચ છ વાગ્યાં પછી ઓચિંતા કોઈક ને મોઢામાં થી ફીણ નીકળવાનું શરૂ થયું અને કોઈ ને ચક્કર આવવું માથું દુખે તેવી અસર વર્તાઇ હતી. જે પછી 108 મોબાઈલ બોલાવી તાત્કાલિક દેવગઢબારીયા ની સરકારી હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા દવાસારવાર મળે તે પહેલા (1)માવી કનુભાઈ સોમાભાઈ. (2)માવી દલસિંહ ધનજીભાઈ. (3)માવિ બાબુભાઈ ફુલજીભાઈ(4) માવી સનાભાઇ ભવનભાઈ નું મોત નીપજ્યું હતું. જયારે બાર જેટલાં વ્યક્તિ હજુ ફૂડ પોઇઝિંગ ની અસર હોય જેમની પણ હાલત ગંભીર હોવાની માહિતી મળી છે.
આ સમાચારો લખાય છે ત્યાં સુધી માં આ બનાવ અંગે હજુ કોઈ જાણવાજોગ દેવગઢબારીયા પોલીસ માં અપાઈ નથી. બનાવ ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સાચી પરિસ્થિતિ નો તાગ મેળવવા પ્રયત્નો કરી રહી છે.જાણવા મળ્યા મુજબ ઓરગન ફોસ્ફરસ કહેવાય તેવું જાણવા મળ્યું છે ખાસ બાબત એ છે કે આ ધાર્મિક પ્રસંગ માં ફકત એટલાજ વક્તી ને કેમ થયું એ મોટો સવાલ છે આ ઘટના ને લઇ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આ વાત ને લ ઇ તપાસ ચાલુ છે
રિપોર્ટર : વિનોદ પંચાલ, દાહોદ
Add title