- છેલ્લા કેટલાક સમયથી મરામતની માંગ કરવા છતાં તંત્ર અનિંદ્રામાં.
દે.બારીઆ,
દેવગઢ બારીઆના પાવાગઢ અને છોટાઉદેપુર તરફ જતા રસ્તા ઉપર આવેલ ગરનાળાની સેફટી દિવાલ તૂટેલી હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી મરામતની માંગ કરવા છતાં સુવિધા અધૂરી જણાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.
દે.બારીઆ શહેરમાંથી પસાર થતો રસ્તો માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવેલો છે. છેલ્લા એક વર્ષથી ગંદુપાણી તથા તળાવમાંથી આવતું પાણી આ ગરનાળામાંથી પસાર થઈ પાનમ નદીના પૂલના દક્ષિણ દીશામાં જાય છે. આ ગરનાળું ભે દરવાજાના વિસ્તાર પાવાગઢ તરફ જતો મુખ્ય માર્ગ છે. આ શેઠના ગરનાળાની સેફટી દિવાલ તૂટેલી છે. તેને રીપેર કાર્ય કેમ અને કયા કારણોસર કરવામાં આવતી નથી. અગાઉ પણ આ ગરનાળામાં એક બાઈક સવાર ખાબકીને તણાઈ ગયો હતો. આટલો સમય વિત્યા બાદ પણ લાશ હાથમાં આવી કે કેમ તે કોઈ જાણતું નથી. આ રસ્તો પાવાગઢ દર્શન માટે જતા ભકતો માટે ટુંકો અને સરળ છે. ત્યારે આ ગરનાળા વિસ્તારનો રોડ તથા તૂટેલી સેફટી દિવાલની મરામત કરવા કયારે માર્ગ અને મકાન વિભાગ જાગશે અને લોકોની જાન સલામત બનાવવા માર્ગ અને મકાન વિભાગ જાગે તે જરૂરી છે.
રિપોર્ટર : મોં.હુસેન મકરાણી