દે.બારીયામાં લાખો રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા બનાવેલ શોપિંગ સેન્ટરની દુકાનો બારોબાર ભાડે પધરાવી હોવાની ચર્ચાઓ

  • પાલિકાના અણગઢ વહીવટના કારણે લાખો રૂપિયા ફસાયા હોય તેમ.
  • લાખો રૂપિયાના ખર્ચે બનેલ શોપિંગ સેન્ટર ઘોચમાં પડતા હજી સુધી કોઈ હરાજી કરવામાં આવી નથી.
  • શોપિંગ સેન્ટરની પાંચ જેટલી દુકાનમાં સિમેન્ટ સહિતનો માલ સામાન.
  • દુકાનો કોને ભાડે આપી તેને લઈ અનેક સવાલો.

દે.બારીયા,
દેવગઢ બારીયા નગરના ટાવર પાસે પાલિકા તંત્ર દ્વારા બનાવેલ શોપિંગ સેન્ટર ગેરકાયદેસર બાંધી દેતા તે શોપિંગ સેન્ટર ક્યાંક ઘોચ માં પડયું હોય તેમ શોપિંગ ની કેટલીક દુકાનો બારોબાર ભાડે આપી હોય તેમ ભાડું કોના દ્વારા વસૂલવામાં આવે તેવા અનેક સવાલો ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરવામાં આવે તો લાખો રૂપિયાનો ભાડું કોને વસૂલ્યો? તેની પોલ બહાર આવે તેમ.

દેવગઢ બારિયા નગરના ટાવર પાસે જૂની એમજીવીસીએલની ઓફિસ આવેલી હતી. ત્યાં તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર દ્વારા 2017 માં પાલિકાના વહીવટ કરતા ઓ દ્વારા એમજીવીસીએલની ઓફિસ ખાલી કરાવી ત્યાં રૂપિયા 43.75.977 ના ખર્ચે 19 જેટલી દુકાનોનું શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું હતું અને તે પછી જાણે આ શોપિંગ સેન્ટર ની કોઈપણ પૂર્વ મંજૂરી લીધેલ ના હોય તેમ આજ દિન સુધી આ શોપિંગ સેન્ટર ધુળ ખાઈ રહ્યું છે હજુ સુધી આ શોપિંગ સેન્ટર ની કોઈપણ જાતની હરાજી કરવામાં આવી નથી. ત્યારે તે વખતના શાસક પક્ષ દ્વારા આ શોપિંગ સેન્ટર પોતાના મનસ્વી પણે પોતાના ફાયદાને લઇ બનાવ્યું હોવાના કારણે ક્યાંક તેને ઉચ્ચ સ્તરેથી હરાજની મંજૂરી આપવામાં આવતી ના હોય તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હાલ પાલિકા દ્વારા આ બનાવેલ શોપિંગ સેન્ટરની પાછળના ભાગની ચારથી પાંચ જેટલી દુકાનો છેલ્લા કેટલાય સમયથી કોઈને ભાડે આપી હોવાનું જોવાઈ રહ્યું છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની હરાજી વગર આ દુકાનો કેવી રીતના ભાડે આપી જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે શું આ દુકાનોના ભાડા પાલિકામાં જમા થયુ હશે અને થયુ હશે તો કેટલું કે પછી બારોબાર ચવાય જતું હશે જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે જો આ બાબતે ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરવામાં આવે તો આ શોપિંગ ને લઈ અનેક પોલ બહાર આવે તેમ છે. ત્યારે આ બનેલ શોપિંગ સેન્ટર ખરેખર જે તે વખતના શાસક પક્ષ દ્વારા ગેરકાયદેસર મનસ્વી પણે પોતાના ફાયદા માટે બનાવી દેવામાં આવ્યું હોવાનું નગર માં ચર્ચાઈ રહ્યુ હોઈ જેને લઈ તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકાના આ શોપિંગ પાછળ થયેલ લાખો રૂપિયાના ખર્ચની પણ રિકવરી થાય તેમ છે. ત્યારે આ બાબતે ઉચ્ચસ્તરેથી હાથ ધરવામાં આવશે કે કેમ તે નગરજને જોવાનું રહ્યું.