ટંકારા, અંધશ્રદ્ધા કુરિવાજો અને ગેરમાન્યતાઓની સામે દેશભરમાં લડત આપી લોકોએ સાચા રાહ પર લઈ જનારા મહષ દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી અહી ધામધૂમથી ઉજવવામાં આવશે. આ નિમિત્તે તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ હાજરી આપશે.
ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ માટે તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આ મહોત્સવ તા.૧૦-૧૧-૧૨ એમ ત્રણ દિવસ રહેશે.ઉલ્લેખનીય છે કે અહી આશરે ૨૦૦ કરોડના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આખુ મંત્રી મંડળ ટંકારામાં ઉપસ્થિત રહેશે. જયારે વડાપ્રધાન વર્ચ્યુઅલી ઉપસ્થિત થશે. તા. ૧૨મીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ હાજરી આપશે. આર્ય સમાજનો વ્યાપ ગુજરાત સિવાય દેશના અનેક રાજ્યોમાં છે. સ્વામીજીની જન્મજયંતી નિમિતે દેશ વિદેશમાંથી આશરે ૨૫૦૦૦ ભાવિકો ટંકારામાં ઉપસ્થિત રહેશે.
અહી ત્રણ દિવસ દરમિયાન જુદા જુદા રાજયો એમના પ્રચલિત સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદશત કરશે. અહી ટંકારાવાસીઓ માટે ત્રણેય દિવસ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. અહી સાર્વદેશીય આર્યપ્રતિનિધિ સભા દિલ્હી ,ગુજરાત આર્યપ્રતિનિધિ સભા, જ્ઞાાન પર્વ સમિતિ અને મહષ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા રાત દિવસ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.