હવામાન વિભાગ દ્વારા દર મહિનાની શરૂઆતમાં એક મહિના માટે વાતાવરણની આગાહી કરવામાં આવે છે, જ્યારે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે, તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લે છે, તે સમય ગાળા દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહે છે અને ઠંડીની શરૂઆત થાય છે. ઓક્ટોબર મહિનામાં ધીમેધીમે દિવસ અને રાતની લંબાઈ એક સમાન બની જતી હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. તથા આ વર્ષે સમગ્ર દેશમાં લા નીનાની અસર વર્તાશે. ઓક્ટોબર અને નવેમ્બર માસમાં 71% શક્યતાઓ છે કે નાની નાની અસર રહેશે, જેને કારણે આ વર્ષે દેશના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ પણ વધુ રહી શકે છે વાતાવરણ સામાન્ય રહેશે.
દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિની મજા બગડી શકે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આ વર્ષે નૈઋત્યના ચોમાસાની વિદાય સામાન્ય તારીખ મુજબ જ રહેવાની શક્યતાઓ છે. જોકે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં વર્ષે શકે છે. સામાન્ય રીતે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ 5 ઓક્ટોબર છે, જે આ વર્ષે પણ યથાવત રહેવાની શક્યતાઓ છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગમાંથી હજુ ચોમાસાની વિદાય લેતા એક સપ્તાહથી વધુ સમય લાગી શકે છે, એટલે કે નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતવાસીઓની મજા બગડી શકે છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. જોકે, આ વરસાદ સામાન્ય કરતા ઓછું રહેશે.
ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર મહિનાના તાપમાન વિશે વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગની એક મહિનાની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે. એટલે કે ગુજરાતવાસીઓને ઓક્ટોબર મહિનામાં પણ ગરમીનો અનુભવ થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન વરસાદમાં ભીંજવશે તથા રાજ્યના અન્ય ભાગોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના નહીંવત પ્રમાણમાં છે કે એક જૂનથી લઈને 30 સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં 48% વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે હજુ પણ રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદની સંભાવના છે, પરંતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ પખવાડિયા બાદ ગુજરાત રાજ્યમાં વરસાદ એવી કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. જો કે, આ વર્ષે નૈઋત્યના ચોમાસાની વિદાય તેની સામાન્ય તારીખ મુજબ જ આગળ વધી રહી છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાંથી ચોમાસા એ વિદાય લેવાની શરૂઆત કરી ચૂકી લીધી છે, ત્યારે આગામી સપ્તાહમાં મધ્ય ગુજરાત અને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પણ ચોમાસુ વિદાય લઈ શકે છે.