દાહોદ,
દાહોદ તાલુકાના ખંગેલાથી બીલ કે આધાર પુરાવા વગેરે ઝાલોદના પેથાપુર ગામે ટાટા 407 ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો સબસીડાઈ જ નીમ કોટેડ યુરીયા ખાતરની રૂપિયા 26 હજાર ઉપરાંતની કિંમતની 100 થેલીઓ ખરોદા ગામે નવાવાસ ખાતે ચેકપોસ્ટ ઉપર ફરજ પરના નાયબ ખેતી નિયામકે પકડી પાડી ફરિયાદ નોંધાવતા દાહોદ તાલુકા પોલીસે 407 ટેમ્પોનો ચાલક, ખાતર મંગાવનાર તથા ખાતર વેંચાતું આપનાર મળી ત્રણે જણા વિરૂધ્ધ ગુનો નોંધ્યાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકાના ડુંગરા ગામના વિઠ્ઠલભાઈ રમેશચંદ લબાના પોતાના કબજાના આર જે. 03 જી.એ-7217 નંબરના ટાટા 407 ટેમ્પોમાં ખંગેલા ગામના એક વ્યક્તિએ ખંગેલાથી કોઈપણ પ્રકારનું બીલ કે આધાર પુરાવા વગર ગેરકાયદેસર રીતે રૂા. 26,650ની કુલ કિંમતની સબડીડાઈજ નીમ કોટેડ યુરીયા ખાતરની થેલીઓ નંગ-100 ભરી લઈ જતો હતો. તે વખતે બપોરના દોઢેક વાગ્યાના સુમારે ખરોદા ગામે નવાવાસ ખાતે ઉભી કરવામાં આવેલ ચેકપોસ્ટ પરથી નીકળતાં જ ચેકપોસ્ટ પર ચેકીંગ માટે ઉભેલા દાહોદ નાયબ ખેતી નિયામકની કચેરીના અર્પિતકુમાર પારસીંગભાઈ ભુરીયાએ ટેમ્પો રોકી તલાસી લઈ ટેમ્પોમાં મૂકેલ યુરીયા ખાતરની 100 થેલીઓ પકડી પાડી તેના બીલ તેમજ આધાર પુરાવાની માંગણી કરતા ટેમ્પો ચાલક પુરાવા રજુ ન કરતા સદર માલ ઝાલોદના પેથાપુર ગામના ભુંડીયાભાઈ મોતીભાઈ લબાનાએ મંગાવ્યો હોવાનું જણાવતાં અર્પીતકુમાર ભુરીયાએ દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ટેમ્પોના ચાલક ખાતર મંગાવનાર તથા ખાતર મોકલનાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.