મુંબઇ, કેટલાક દિવસ પહેલા અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના મોતના સમાચાર ચર્ચામાં રહ્યાં હતા. વર્ષ ૧૯૯૩માં દાઉદ ઇબ્રાહિમે ભારત છોડીને અરબ દેશમાં શરણ લીધી હતી, તે બાદ દાઉદ ઇબ્રાહિમ ભારતમાં ક્યારેય પરત ફર્યો નથી. દાઉદ ઇબ્રાહિમને લઇને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે એક ટિપ્પણી કરી છે.
જાવેદ મિયાંદાદે દાઉદ ઇબ્રાહિમ સાથે પોતાના સંબંધો પર મીડિયા સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનની યૂ ટ્યુબ ચેનલને ઇન્ટરવ્યૂં આપતા જાવેદ મિયાંદાદે દાઉદ ઇબ્રાહિમની પ્રશંસા કરી છે.
જાવેદ મિયાંદાદે કહ્યું, હું દાઉદ ઇબ્રાહિમને લાંબા સમયથી ઓળખુ છું. દુબઇમાં અમે તેમણે ઓળખતા હતા. આ મારા માટે સમ્માનની વાત છે કે તેમની દીકરીના લગ્ન મારા પુત્ર સાથે થયા છે, તેમની દીકરી ઘણી ભણેલી છે. મિયાંદાદે કહ્યું, દાઉદ ઇબ્રાહિમે મુસ્લિમ સમાજ માટે જે કઇ પણ કર્યું છે તેને સુવર્ણ શબ્દોમાં લખવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ છે કે વર્ષ ૨૦૦૫માં દાઉદ ઇબ્રાહિમની મોટી દીકરી માહરૂખ ઇબ્રાહિમ અને જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ મિયાંદાદના લગ્ન થયા હતા. આ લગ્ન દૂબઇમાં થયા હતા.
દાઉદ ઇબ્રાહિમના પ્રથમ લગ્ન મહજબીન સાથે થયા હતા જેને જુબીના જરીનના નામથી ઓળખવામાં આવે છે. દાઉદ અને મહજબીનના ત્રણ બાળક છે, જેમાં બે દીકરી અને એક પુત્ર છે. દાઉદની સૌથી મોટી દીકરી માહરૂખ છે.
દાઉદની બીજી દીકરી મહરીનના લગ્ન ફેબ્રુઆરી ૨૦૧૦માં અમેરિકાના એક બિઝનેસમેનના પુત્ર અયુબ સાથે થયા હતા. દાઉદનો એકમાત્ર પુત્ર મોઇન નવાઝ યૂકેમાં અભ્યાસ કરી રહ્યો છે.દાઉદના પિતા ઇબ્રાહિમ કાસ્કર મુંબઇ પોલીસમાં એક હેડ કોન્સ્ટેબલના રૂપમાં કામ કરતા હતા અને તેમની માતા અમીના બી એક હાઉસ વાઇફ હતા.દાઉદનો ભાઇ અનીસ ઇબ્રાહિમ, મુસ્તકીમ અલી, જૈતુન અંતુલે દૂબઇ અને કરાંચીમાં રહે છે. ઇકબાલ કાસકર મુંબઇની એક જેલમાં બંધ છે.