અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે આતંકવાદી ષડયંત્રને અંજામ આપવા માટે ૨૫ લાખ રૂપિયા મુંબઈ મોકલ્યા હતા
મુંબઇ,
ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે મોટો ખુલાસો કર્યો છે. એજન્સીએ તાજેતરમાં દાખલ કરાયેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જણાવ્યું છે કે દાઉદ આતંકવાદીઓને મદદ કરવા માટે હવાલા મારફતે ભારત નાણા મોકલતો હતો. આ નાણા દુબઈ અને સુરત થઈને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. દ્ગૈંછએ દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, તેના સાળા મોહમ્મદ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટ અને બંને શેખ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ રકમ માટે કોડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
એવી માહિતી મળી છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે આતંકવાદી ષડયંત્રને અંજામ આપવા માટે ૨૫ લાખ રૂપિયા મુંબઈ મોકલ્યા હતા. આ ચાર્જશીટ મુંબઈની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં મુંબઈમાં હવાલા દ્વારા કરોડો રૂપિયાના ટેરર ફંડિંગનો ઉલ્લેખ છે. દાઉદ ઈબ્રાહિમ ઉર્ફે શેખ દાઉદ હસન અને શકીલ શેખ ઉર્ફે છોટા શકીલ ઉપરાંત આ ચાર્જશીટમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપી આરીફ અબુબકર શેખ, શબ્બીર અબુબકર શેખ અને મોહમ્મદ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટના નામ છે.
આ ચાર્જશીટમાં એનઆઈએએ સ્પષ્ટ લખ્યું છે કે ડી કંપની ફરી એકવાર મુંબઈમાં પોતાનું ટેરર ? સિન્ડિકેટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ચાર્જશીટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે દાઉદ ઈબ્રાહિમ હવાલા દ્વારા દેશમાં કરોડો રૂપિયા મોકલતો હતો જેથી કરીને અહીં આતંકવાદી ગતિવિધિઓ કરી શકાય. ચાર્જશીટ મુજબ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે આતંકી ષડયંત્રને અંજામ આપવા માટે ૨૫ લાખ રૂપિયા મુંબઈ મોકલ્યા હતા. મુંબઈમાં આતંકવાદી ગતિવિધિઓ અને મોટી ઘટનાઓને અંજામ આપવા માટે દાઉદ ઈબ્રાહિમ અને તેના નજીકના સાથી છોટા શકીલે દુબઈ થઈને પાકિસ્તાનથી ૨૫ લાખ રૂપિયા મોકલ્યા હતા. ચાર્જશીટ મુજબ આ પૈસા સુરત થઈને ભારત આવ્યા હતા અને બાદમાં મુંબઈ પહોંચ્યા હતા.
આ નાણા હવાલા દ્વારા આરીફ શેખ અને શબ્બીર શેખને પહોંચાડવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ૪ વર્ષમાં લગભગ ૧૨ થી ૧૩ કરોડ રૂપિયા હવાલા દ્વારા ટેરર ? ફંડિંગ માટે ભારતમાં મોકલવામાં આવ્યા છે. એનઆઇએએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે પાકિસ્તાનથી ભારતમાં લાવવામાં આવેલા ૨૫ લાખ રૂપિયા આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે મોકલવામાં આવ્યા હતા.