તારીખ 13,14,15 ત્રણ દિવસ આકાશમાં ઉલ્કાવર્ષાની આતશબાજી જોવા મળશે

ગોધરા, દુનિયાભરના લોકોએ ઓક્ટોમ્બર -નવેમ્બરમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો અભૂત આનંદ મેળવ્યો હતો. ત્યારે વર્ષ 2023 નો આખરી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો આજથી તા.20 મી ડીસેમ્બર સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકશે. રાજ્યના લોકો તા.13 ,14.અને 15 એક ત્રણ દિવસ આકાશમાં ઉલ્કાવર્ષા આહલાદક જોઈ શકશે . રાજ્યમાં જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો આનંદ મેળવવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ લોકોને અપીલ કરી છે.

વિજ્ઞાન જાથાના ગુજરાત રાજયના ચેરમેન જયંત પંડ્યા અને લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડો.સુજાત વલી જણાવે છે કે, દુનિયાભરમાં દર વર્ષે ડીસેમ્બર માસમાં તા.4 થી 20 સુધી જેમીનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદભૂત જોવા મળે છે. દેશ -વિદેશમાં કલાકમાં 10 થી 50 અને વધુમાં વધુ 120 ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. તારીખ 4 થી ક્રમશ: ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. તારીખ 13 થી ત્રણ દિવસ દક્ષિણ ગોળાર્ધમાંથી મધ્ય રાત્રિ બાદ પરોઢ સુધી ખુબ જ સારી રીતે જેમીનીડ્સ ઉલ્કાવર્ષા જોવા મળવાની છે. જોકે, તા.13,14,15 ના મધ્ય રાત્રિ થી સવાર સુધી સૂર્યોદય પહેલા ઉલ્કાવર્ષા જોવા મળવાની છે. રાજ્યના લોકો તા 13 થી 15 ના રોજ મધ્ય રાત્રિ બાદથી વહેલી પરોઢ સુધી આહલાદક ઉલ્કાવર્ષા જોઈ શકવાના છે. વધુમાં લોક વિજ્ઞાન કેન્દ્રના મેનેજર અવિનાશ મિસ્ત્રી જણાવે છે કે, જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો વરસાદની મહતમ તારીખ 13,14,15 ત્રણ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે .નારી આંખે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજારો જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રી પહેલા અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે મધ્યરાત્રી બાદથી વહેલી પરોઢે મહતમ ઉલ્કા વરસાદ જોવા મળે છે . ઉતર, પૂર્વ દિશા જોવામાં શ્રેષ્ઠ છે. ચારેય દિશામાં ગમે ત્યારે દિવસે -રાત્રે ઉલ્કાવર્ષા થાય છે . તા13,14,15 ત્રણ દિવસ ઉલ્કા જોવાનું ચૂકશો નહિ. ખગોળ પ્રેમીઓ દરિયાઈ કિનારે, પર્વતીય ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી પડાવ નાખશે. ઇન્ટર નેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. સેક્ધડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો આકાશમાં જોવા મળશે. વિશેષમાં ડો .વલીએ જણાવ્યું હતું કે, જેમીનીડ્સ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસર વરસાદની જેમ પડશે. શરૂઆતમાં રાત્રે દર કલાકે 5 થી 10 કરતા વધીને 50 થી 120 ઉલ્કા ખરતી જોવા મળશે. તેની ઝડપ પ્રતિ સેક્ધડ 70 કિ.મી ઝડપે વધીને 130 કિ.મી ઝડપે પડશે. જેમીનીડ્સ ખુબ ચળકાટ ધરાવવાની સાથે ઝડપથી ફાયરબોલમાં ફેરવાઈ જાય છે. ઉલ્કાવર્ષા પીળા, લીલા અને વાદળી એમ વિવિધ કલરોમાં જોઈ શકાય છે. જેમીનીડ્સ ખરતા તારાનું નિર્માણ 3200 ફાયેથોન તરીકે ઓળખાતા નાના ગ્રહોના ટુકડા માંથી થયું હોય છે. સદીઓ વિતતા આ નાના ગ્રહો ઉપગ્રહોમાં ફેરવાઈ જાય છે. આ નજારો જોવા મળે તો જિંદગીનો રોમાંચક અનુભવ ગણાશે.